Home /News /south-gujarat /

નવસારીઃ કીર્તિદાન ગઢવીના ડાયરામાં લોકોએ કર્યો નોટોનો વરસાદ

નવસારીઃ કીર્તિદાન ગઢવીના ડાયરામાં લોકોએ કર્યો નોટોનો વરસાદ

નવસારીમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો

નવસારી જિલ્લાના ગણદેવીમાં કોળી સમાજગણદેવી તાલુકાના લાયન્સ ક્લબે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    રાજન રાજપુત, નવસારી

    સૌરાષ્ટ્રમાં આયોજી લોક ડાયરામાં ગીતોની રમઝટ દરમિયાન લોકો ગાયક કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કરતા હોય એવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આવા જ દ્રશ્યો નવસારીમાં આયોજીત કીર્તિદાન ગઢવીના ડાયરામાં જોવા મળ્યા હતા. કોળી સમાજ ગણદેવી તાલુકા લાયન્સ ક્લબ દ્વારા આયોજી કરવામાં આવેલા આ ડાયરામાં ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ લોકોને પોતાના ગીતોથી મોહી લીધા હતા. સાથેસાથે ગીતોની રમઝટ દરમિયાન લોકોએ ડાયરામાં રૂપિયાની નોટોનો વરસાદ કર્યોહતો.

    મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવીમાં કોળી સમાજગણદેવી તાલુકાના લાયન્સ ક્લબે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાના મુખ્યકલાકાર કીર્તિદાન ગઢવી હતી. જેમણે ડાયરામાં પોતાની ગીતોની રમઝટ બોલાવી હતી. ગીતોની રમઝટ વચ્ચે ડાયરામાં ઉપસ્થિત લોકોએ ઝૂમી ઉઠ્યા હતા. અને રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, ગણદેવી તાલુકા લાયન્સ ક્લબ દ્વારા સમાજની વિધવા બહેનોની મદદ અને શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે ડાયારનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદીના માર વચ્ચે પણ લોકોએ સેવાકીય સામાજિક પ્રવૃત્તિ માટે રૂપિયાનો વરસાદ કરીને દિલદારી બતાવી હતી.

    સાથે સાથે લોકગાયક કીર્તિદાને લોકો પાસે મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરાવીને બેટી બચાવો અને બેટી પઢાઓનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Kirtidan gadhvi, દક્ષિણ ગુજરાત, નવસારી

    આગામી સમાચાર