Home /News /south-gujarat /Navsari: રામ જન્મોત્સવની તૈયારી, ઘીનાં 40 હજાર લાડુ બનાવ્યા, આવી રીતે થશે ઉજવણી

Navsari: રામ જન્મોત્સવની તૈયારી, ઘીનાં 40 હજાર લાડુ બનાવ્યા, આવી રીતે થશે ઉજવણી

X
કાલે

કાલે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે નવસારીમાં પ્રસાદી માટે 40 હજાર લાડુ તૈયાર કરવામાં આવ્યાં છે. શુધ્ધ ઘીમાંથી લાડુ તૈયાર કરવામાં આવ્યાં છે.

કાલે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે નવસારીમાં પ્રસાદી માટે 40 હજાર લાડુ તૈયાર કરવામાં આવ્યાં છે. શુધ્ધ ઘીમાંથી લાડુ તૈયાર કરવામાં આવ્યાં છે.

Krushna salpure: Navsari: આવતીકાલે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ સમગ્ર ભારતમાં અને નવસારી જિલ્લામાં હર્ષો ઉલ્લાહથી સાથે ઉજવવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે નવસારીના દુધિયા તળાવ પાસે આવેલા રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામના જન્મોત્સવને લઈને રામભક્તો માટે 40,000 થી વધુ ચોખ્ખા ઘીના લાડુ તૈયાર કર્યાં છે.


ભગવાન શ્રીરામના જન્મોત્સવને લઈને 40,000 થી વધુ ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે. જેમાં 40,000 જેટલા ચોખા ઘીના લાડુ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર નવસારી જિલ્લો આવતીકાલે રામમય બનશે. રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામ ની મહા આરતીમાં રામ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે. શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધૂમધામ થી રામ નવમી ની ઉજવણી કરે છે.મંદિર 200 વર્ષ જૂનુ છે.


મહાપ્રસાદમાં લાડુની પરંપરા
શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદમાં ખાસ કરીને લાડુ આપવામાં આવે છે, જેને છેલ્લા બે દિવસથી તૈયારી કરવામાં આવી રહી છે. આ લાડુ બેસન અને ચણાના લોટના અને ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવ્યાં છે. ત્યારે આ રામજી મંદિરમાં પ્રસાદની વિશિષ્ટતા છે. ત્યારે સમગ્ર મંદિર પરિસરની વિવિધ લાઇટિંગોથી શણગારવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં આજુબાજુના ગામોમાંથી રામ ભક્તો દર્શન માટે અહીં આવે છે.


મંદિર ચાલતી સામાજિક પ્રવૃત્તિ
શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે. જેમાં ફ્રી મેડિકલ, વિધવા સહાય , નોટબુક વિતરણ, કોમ્પ્યુટર ક્લાસીસ વગેરે કર્યો કરવામાં આવે છે. આવતીકાલે રામનવમીને લઇને રામ ભક્તો માટે 40,000 જેટલા ચોખ્ખા ઘીના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે.
First published:

Tags: Dharm Bhakti, Local 18, Navsari News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો