પીએમ મોદીએ સાંસદો માટે બનેલા નવા આવાસોનું ઉદ્ઘાટન કર્યું, આવી છે સુવિધા

News18 Gujarati
Updated: August 19, 2019, 7:49 PM IST
પીએમ મોદીએ સાંસદો માટે બનેલા નવા આવાસોનું ઉદ્ઘાટન કર્યું, આવી છે સુવિધા
સાંસદ સી.આર.પાટીલની તસવીર

હાઉસિંગ સોસાયટીના ચેરમેન અને ગુજરાતના નવસારીના સાંસદ સીઆર પાટિલે News18 સાથે ખાસ વાતચીત કરી

  • Share this:
રચના ઉપાધ્યાય : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદો માટે બનેલા નવા આવાસોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે હાઉસિંગ સોસાયટીના ચેરમેન અને ગુજરાતના નવસારીના સાંસદ સીઆર પાટિલે News18 સાથે ખાસ વાતચીત કરી હતી. સીઆર પાટિલે કહ્યું હતું કે બધા ફ્લેટ ટાઇપ 7ના છે. જેમાં 5 બેડરુમ છે. સર્વેન્ટ કાર્ટર, લિફ્ટ, પાર્કિગ એરિયા, ઓફિસ માટે સ્થાન સહિત દરેક સુવિધાથી આ ફ્લેટ સજ્જ છે.

સાંસદ સીઆર પાટિલે કહ્યું હતું કે 300 સાંસદોએ તેની ડિમાન્ડ કરી હતી. 36 ફ્લેટો છે, જેમાં 4 રાજ્યસભાના સાંસદોને અને બાકી લોકસભાના સાંસદોને આપવામાં આવશે. ગુજરાતમાંથી હાલ કોઈ નથી. અમે 303 લોકોને મકાન આપી દીધા છે. અમારી પ્રથમ પ્રાથમિકતા બધા સાંસદોને મકાન આપવાની છે. આ સાથે જે જુના સાંસદોએ મકાન ખાલી કર્યા નથી તેમને 7 દિવસની અંદર મકાન ખાલી કરવા કહ્યું છે.ખાલી નહીં કરે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. 7 દિવસની અંદર મકાન ખાલી નહીં કરે તો લાઇટ અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે અને જરુર પડી તો પોલીસને પણ મદદ લેવાશે.

નવા આવાસ વિશે સીઆર પાટિલે કહ્યું હતું કે આ ફ્લેટમાં બધી સુવિધાઓ રાખવામાં આવી છે. સોલર પેનલ લાગવાથી વિજળીની પણ ઘણી બચત થશે. આ સાથે પાણીને બચાવવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. જેથી વરસાદના પાણીનો સંગ્રહ કરીને ઉપયોગ કરી શકાશે.
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर