Home /News /south-gujarat /નવસારીમાં વાંસદાના MLA પર હુમલા બાદ રાજકીય ગરમાવો, સમર્થકોએ કાર્યવાહીની માગણી કરી
નવસારીમાં વાંસદાના MLA પર હુમલા બાદ રાજકીય ગરમાવો, સમર્થકોએ કાર્યવાહીની માગણી કરી
વાંસદાના MLA પર હુમલા બાદ રાજકીય ગરમાવો
Attack Vansada MLA: નવસારીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો ધારાસભ્યએ આક્ષેપ. સંભાવના છે કે, કોંગ્રેસના નેતાઓ પણ અનંત પટેલની મુલાકાત લઈ શકે છે.
નવસારી: નવસારીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ખેરગામના સરપંચને મળવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે MLA અનંત પટેલના સમર્થકો તેમને મળવા માટે ઘરે પહોંચ્યા હતા. ધારાસભ્યના સમર્થકોએ આ ઘટના પગલે રોષ વ્યક્ત કરી કડક કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.
વાંસદા ધારાસભ્ય પર હુમલો થતા રાજકીય ગરમાવો
આ ઘટના પર અનંત પટેલે કહ્યું હતું કે, 'નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને બીજા કેટલાક ઈસમોએ મને રોકી હુમલો કર્યો હતો. ધારાસભ્ય દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો ધારાસભ્યએ આક્ષેપ પણ કર્યા છે. ધારાસભ્ય પર હુમલો થતા આદિવાસી આગેવાન, જિલ્લા પ્રમુખ અને વલસાડના પૂર્વ MP પણ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના ઘરે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ચ ખેરગામના સરચંચને મળવા માટે જતા હતા. ખેરગામના સરપંચ અને ત્યાના આગેવાનોએ તેમને કોઈ અગત્યની મીટીંગ માટે તેમને બોલાવ્યા હતા. આ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ધારાસભ્યની ગાડી તોડી મારમારવાની કોશિશ કરી હતી.
સમગ્ર મામલે MLA અનંત પટેલના સમર્થકો તેમને મળવા ઘરે પહોંચ્યા હતા. તેમના સમર્થકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે આદિવાસી આગેવાન, જિલ્લા પ્રમુખ, વલસાડના પૂર્વ MP પણ ધારાસભ્ય અનંત પટેલના ઘરે પહોંચ્યા હતા. સંભાવના છે કે, કોંગ્રેસના નેતાઓ પણ અનંત પટેલની મુલાકાત લઈ શકે છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હુમલા પ્રકરણમાં રાજકારણ પણ ગરમાયું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર