નવસારીઃ વોન્ટેડ આરોપીને પકડવા પોલીસનું મર્સિડીઝ કાર પર ફાયરિંગ

News18 Gujarati
Updated: May 18, 2018, 4:10 PM IST
નવસારીઃ વોન્ટેડ આરોપીને પકડવા પોલીસનું મર્સિડીઝ કાર પર ફાયરિંગ

  • Share this:
બોરિયાચ ટોલગેટ પર ગુરુવારે મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અહીં એક વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

મળી રહેલી માહિતી પ્રમાણે સુરતના માથાભારે ગણાતા મમ્મુ મિંયા ઉપર ગત વર્ષે સુરતના અલ્તાફ ગફુર પટેલે ફાયરિંગ કર્યું હતું. જેમાં સુરતનાં લાલગેટ પોલીસ મથકે હત્યાનો પ્રયાસનો ગુનો નોધાયો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપી અલતાફ આરોપી ગત રોજ મુંબઈથી મર્સિડીઝ કારમાં સુરત તરફ આવતો હોવાની બાતમી સુરત ડીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે નેશનલ હાઇવે નં- 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન અલતાફ બોરીયાચ ટોલનાકા પર આવતા પોલીસે તેને અટકાવી બહાર નીકળવાનું કહેતા જ અરોપીએ કાર રિવર્સમાં ભગાવી હતી. આરોપીએ પીએસાઈ વી.વી. ભોલા અને અન્ય બે પોલીસ જવાનો ઉપર કાર ચડાવી દઈને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત ડી.સી.બીને મળેલી બાતમી મુજબ આરોપીને ઝડપી લેવા બોરીયાચ ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. દરમિયાન આરોપીએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ પોતાની કાર રિવર્સમાં લઇને પિકઅપ વાનમાં  અથડાવી હતી તેમજ પોલીસ જવાનોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. - એ. એમ. દેસાઈ, નાયબ પોલીસ વડા, નવસારી


ડાબા ટાયરમાં એક રાઉન્ડ ફાયરિંગ

આપોરીએ ભાગવાનો પ્રયાસ કરતા પીએસઆઈ વીવી ભોલાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપી અલ્તાફની કારના ડાબા ટાયરમાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા કાર પાછળથી આવતી પીકઅપ વાનમાં અથડાઈ હતી. બાદમાં પોલીસે આરોપી અલ્તાફને પકડીને નવસારી ગ્રામ્ય પોલીસ મથકને હવાલે કર્યો હતો. પોલીસે અલ્તાફ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

ટોલનાકા પર સર્જાયા ફિલ્મો દ્રશ્યો

ગુરુવારે રાત્રે બોરિયાચ ટોલગેટ ખાતે ફિલ્મ દ્રશ્યો સર્જાયા હતા. પોલીસની એક ટીમ અહીં પહેલેથી જ વોચ ગોઠવીને આરોપીની ધરપકડ માટે બેઠી હતી. આરોપી ટોલગેટ પર પહોંચ્યો ત્યારે પોલીસને જોઈને તેણે ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં પોલીસે કાર પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી. મર્સિડીઝની કાર સુરત આરટીઓ ખાતે રજિસ્ટર થયેલી છે. જેનો નંબર GJ-5-JQ: 2140 છે.
First published: May 18, 2018, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading