Home /News /south-gujarat /Navsari: જરાય ઠંડી ન લાગે તેવા હિમાચલના ગરમ કપડાં, જાણો શું છે ભાવ

Navsari: જરાય ઠંડી ન લાગે તેવા હિમાચલના ગરમ કપડાં, જાણો શું છે ભાવ

X
તિબેટીયન

તિબેટીયન માર્કેટ 

હિમાચલ પ્રદેશથી વેપારીઓનું જૂથ તિબેટીયન માર્કેટ નામ હેઠળ દુકાનો લગાવે છે અને આ વર્ષે પણ તેઓ ટાટાહોલ પાસેના પાર્કિગ પ્લોટમાં વેપારની શરૂઆત કરી છે

  Sagar Solanki, Navsari:  હાલ ઠંડીના ચમકારાની શરુઆત થઇ ગઈ છે લોકો રાત્રી દરમ્યાન તાપણું કરવાની જરુર પડી છે ત્યારે બીજી તરફ લોકો ગરમ કપડાની શોધમાં નીકળ્યા છે મહત્વનું છ્ર કે ગરમ સ્વેટર કે કપડાની ખરીદી બાદ ઠંડી થી આ કપડું કેટલું રક્ષણ આપશે તેના વિચાર પહેલા આવે છે તેવામાં ગ્રાહકો વિવિધ ભાત અને ડીઝાઇન જોઈ તેમાંથી બેસ્ટ કલર અને ડીઝાઇન પસંદ કરતા હોય છે.

  નવસારી જિલ્લામાં છેલ્લા 35 વર્ષથી ગરમ કપડા વેચવા માટે હિમાચલ પ્રદેશથી વેપારીઓનું જૂથ તિબેટીયન માર્કેટ નામ હેઠળ દુકાનો લગાવે છે અને આ વર્ષે પણ તેઓ ટાટાહોલ પાસેના પાર્કિગ પ્લોટમાં વેપારની શરૂઆત કરી છે. મહત્વનું છે કે ગત વર્ષોમાં કોરોના જેવી કપરી પરિસ્થતિમાં તેઓ વ્યાપાર કરી શક્યા નહી હતા. ત્યારે હાલ તમામ પરિસ્થિતિ સાજી થતા ફરી આ ગરમ કપડાના માર્કેટ લાગ્યા છે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકોથી લઇ મોટા લોકો માટેની વિવિધ ભાતની જરસી ટોપી અને સ્વેટર ઉપલબ્ધ છે.  હિમાચલ પ્રદેશ રાજ્યના કાંગરા જિલ્લામાં વસેલા આ વેપારી પરિવારો સમગ્ર વર્ષ દરમિયાન હાથ અને મશીન દ્વારા સ્વેટર મેન્યુફેક્ચરિંગ કરે છે. જેમાં 500 જેટલા લોકો આ વેપાર સાથે સંકળાયેલા છે અને તેમની રોજીરોટી ચાલે છે. ત્યારે તેઓ દિવાળી બાદથી નવસારી જિલ્લામાં આવે છે અને ફેબ્રુઆરી માસમાં પાછા જતાં રહે છે.

  આ વખતે માર્કેટની સ્થિતિ કંઈ અલગ જ પ્રકારની જોવા મળી રહી છે. હાલમાં નવસારી જિલ્લામાં મિશ્ર પ્રકારના બેવડા વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. કોરોના પહેલા આ વેપારીઓ દર વર્ષે ઠંડીની સીઝનમાં આશરે 10 લાખ જેટલું ટર્નઓવર કરતા હતા, પરંતુ કોરોનામાં તેમને સારી કમાણી ના કોઇ અણસાર હતા નહિ પરંતુ હાલ ફરી તેઓની ગાડી પતે ચડતા ગ્રાહકોની ભીડ હિમાચલ પ્રદેશના ગરમ કપડા લેવા જામી છે.  શિયાળામાં ખાવા પીવાના વિકલ્પ પણ ખુબ જ મળે છે. શિયાળો એટલે જાત જાતના શાકભાજી અને પાક ખાવાની ઋતુ ,જેનો શિયાળો સારો તેનું આખું વર્ષ સારું. શિયાળામાં જઠરાગ્નિ ની ક્રિયા ઝડપથી થઈ જાય છે તેથી ભૂખ વધુ લાગે છે જેને લઈ અવાર નવાર કંઈક ખાવાની ઈચ્છા થાય છે.


  એક્સપર્ટ દ્વારા જણાવ્યા અનુસાર શિયાળામાં શું ખાવું જોઈએ?

  શિયાળામાં સૂકા મેવાનું સેવન લાભ દાયી છે,તેના પલાળીને કે દૂધ માં મેળવીને પ્રોટીન સેક બનાવી શકાય. આદુ આમ બારેમાસ સારું ,પણ ઠંડીમાં વધુ સારું માનવામાં આવે છે જેનો ઉપયોગ ચામાં અથવાતો ખોરાક માં કરી શકાય જેથી શરીરને ગરમી મળે, પાચન પણ સારું થાય. શરીરને સ્વસ્થ, નિરોગી ઉર્જાવાન રાખવા મધને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે દરેક ઋતુમાં મધ ગુણકારી છે પણ ઠંડીમાં વધુ લાભ દાયી છે જેનાથી પાચન સારું રહેશે રોગપ્રતિકારક શક્તિ વધશે, મેટાબોલીસમ ઝડપી થતું હોવાથી શરીરની વધારાની ચરબી ઓગળશે.

  મગફળીનો ઉપયોગ પણ અવસ્ય કરવો જેમાં પ્રોટીન ચરબી ખનીજતત્વો, ફાયબર, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેડ વધુ હોય છે ગરીબો માટે મગફળી બદામ સમાન ગણી શકાય એક મુઠી મગફળી પલાળીને તમારા ડાયટમાં અવશ્ય ઉમેરો. શિયાળામાં શાકભાજી સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે.
  જેથી શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે,સાથે વિટામિન મિનરલ્સ અને ફાઇબર્સ ભરપૂર માત્રામાં હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે.  જે લોકો શરીર ઉતારવા માંગતા હોય આ લોકો માટે ફળો સલાડ વધુ ફાયદાકારક છે.કેમકે કેલેરી ઓછી હોય અને પાણીનું પ્રમાણ વધારે હોય છે જેથી પેટ જલ્દીથી ભરાય જાય છે અને જંક ફૂડ અને અને કેલેરી યુક્ત ખોરાક ઓછો લેવાય છે, ખોરાકનો સંતોષ પણ મળે છે, આથી મેથી, પાલક, બીટ, કેબેજ, ગાજર, તાંદળજો, મૂળા, ટામેટા, જેવા શાકભાજી વધુ લેવા.

  દિવસમાં બે ત્રણ કલાકના અંતરે ખોરાક લેતા રહેવો, હળવી કસરત કરવી,અને એકટીવ લાઈફ રાખવી.જેથી શરીરની તંદુરસ્તી જાળવી શકાય. તંદુરસ્ત સ્વાસ્થ્યનો મુખ્ય આધાર ખોરાક છે.અને શિયાળા દરિમયાન ગુજરાતમાં શાકભાજીથી લઈને વસાણાં સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ હોય છે. શિયાળામાં મેથીપાક, અડદિયાપાક, ગુંદરપાક, તલસાંકળી જેવા વસાણાં સ્વસ્થ વ્યક્તિ માટે આશીર્વાદ રૂપ બની રહે છે.
  First published:

  Tags: Local 18, નવસારી

  विज्ञापन
  विज्ञापन