Home /News /south-gujarat /Navsari: નેશનલ લોક અદાલતમાં ફોજદારી કેસના સમાધાન માટે સંપર્ક કરો આ નંબર પર

Navsari: નેશનલ લોક અદાલતમાં ફોજદારી કેસના સમાધાન માટે સંપર્ક કરો આ નંબર પર

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વ

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના વઘઇ, આહવા, સુબીર  ખાતે નેશનલ લોક અદાલતોનું આયોજન

Akshay kadam,Navsari : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૮/૨૦૨૨ ના નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના વઘઇ, આહવા, સુબીર ખાતે ન્યાયાલયની સંકુલની તમામ કોર્ટદ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું છે.

નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબના કેસો, નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારનાં કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતા કેસો, લગ્નવિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતાં કસો, મહેસુલને લગતાં કેસો, અન્ય સિવિલ કેસો જેવાં કે, (ભાડા, સુખાધિકારનાં અધિકાર, મનાઇ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો) તથા પ્રિલીટીગેશન ઉપરાંત કેસો મૂકવામાં આવશે. આ નેશનલ લોકઅદાલતમાં પક્ષકારોએ તથા વકીલોએ સોશિયલ ડીસ્ટન્સીંગના સિધ્ધાંતનું પાલન કરી પ્રત્યક્ષ રીતે હાજર રહીને સમાધાન રાહે નેશનલ લોકઅદાલતમાં મૂકવામાં આવેલા કેસો ફેસલો કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

કાનૂની સેવા સંસ્થાના જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નવસારી (૦૨૬૩૭) ૨૪૩૬૮૯, તાલુકા કાનુની સેવા સમિતિ, નવસારી (૦૨૬૩૭) ૨૪૫૪૯૪, તાલુકા કાનુની સેવા સમિતિ, ગણદેવી (૦૨૬૩૪) ૨૬૨૪૪૮, તાલુકા કાનુની સેવા સમિતિ, ચીખલી (૦૨૬૩૪) ૨૩૨૨૧૩, તાલુકા કાનુની સેવા સમિતિ, ખેરગામ (૦૨૬૩૪) ૨૨૧૪૧૩, તાલુકા કાનુની સેવા સમિતિ, વાંસદા (૦૨૬૩૦) ૨૨૨૩૨૮, તાલુકા કાનુની સેવા સમિતિ, વઘઇ (૦૨૬૩૧)૨૪૬૫૪૦, તાલુકા કાનુની સેવા સમિતિ, આહવા (૦૨૬૩૧) ૨૨૦૨૮૬, તાલુકા કાનુની સેવા સમિતિ, સુબીર મો. નં -૯૪૨૬૫૭૨૬૦૪ પર સંપર્ક કરવા જણાવાયું છે. નવસારી તથા ડાંગ જિલ્લાની જાહેર જનતાએ નેશનલ લોક અદાલતનો લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારીની યાદીમાં જણાવાયું છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો