Home /News /south-gujarat /Navsari : અહીં આવેલું મીની સાળંગપુર, હનુમાન જયંતીની આવી છે તૈયારી, વાંચો અહેવાલ

Navsari : અહીં આવેલું મીની સાળંગપુર, હનુમાન જયંતીની આવી છે તૈયારી, વાંચો અહેવાલ

ધારગીરી પાસે આવેલું વીરવાડી હનુમાનજીનું મંદિર મીની સાળંગપુર તરીકે ઓળખાય છે. હનુમાન જયંતીનાં અહીં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. 40 હજારથી વધુ લોકો મહાપ્રસાદ લશે.

ધારગીરી પાસે આવેલું વીરવાડી હનુમાનજીનું મંદિર મીની સાળંગપુર તરીકે ઓળખાય છે. હનુમાન જયંતીનાં અહીં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. 40 હજારથી વધુ લોકો મહાપ્રસાદ લશે.

Krushna Salpure, Navsari: દક્ષિણ ગુજરાતનાં ધારગીરી પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર મીની સાળંગપુર તરીકે જાણીતું છે. આગામી તારીખ 6 એપ્રિલનાં વીરવાડી હનુમાનજી મંદિર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. તેમજ હનુમાજીને સોનાનાં વરખ વડે શણગારવામાં આવશે.


ધારાગીરી પાસે આવેલા 500 વર્ષ જૂનું એવું પૌરાણિક વીરવાડી હનુમાનજી મંદિર આવેલું છે. જેને દક્ષિણ ગુજરાતનું મીની સાળંગપુર પણ કહે છે. અહીં આવેલા વીરવાડી હનુમાનજી મંદિર શ્રદ્ધાનું અને આસ્થાનું એક ધામ છે. દેશ- વિદેશથી ભક્તો અહીં આજે દર્શન માટે આવે છે. હનુમાન જયંતી નિમિત્તે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

આખા દિવસ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે અહીં આવે છે. 500 વર્ષ જૂનું આ મંદિર છે પરંતુ છેલ્લા બે વર્ષથી અહીં હનુમાનદાદાને સોનાના વરખ ચઢાવવામાં આવે છે અને પંચ ધાતુનો મુગટ દાદાને પહેરાવવામાં આવે છે. દર શનિવારે અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં 3000થી વધુ ભક્તો લાભ લે છે . વીરવાડી હનુમાનજી મંદિરમાં મોટાભાગે ભક્તો પગપાળા ચાલીને દાદાના દર્શન માટે આવે છે.

દીકરીઓ માટે અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે છે
અહીં ધરાગીરી પાસે આવેલ વીરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં શનિ મહારાજની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. મંદિર દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતી આદિવાસી સમાજની દીકરીઓ માટે અભ્યાસ સાથે રહેવાની સગવડ પણ કરવામાં આવી છે. વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે.
કયા કયા સેવા કાર્યો કરવામાં આવે છે?
રક્તદાન કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, રક્તદાન કેમ્પ, નોટબુક વિતરણ, વૃક્ષારોપણ, શહીદ અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આદિવાસી સમાજની કુલ 55 જેટલી દીકરીઓને અભ્યાસ અને રહેવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.



આ રીતે કાર્યક્રમ થશે
હનુમાન જયંતીનાં વહેલી સવારે પાંચ વાગ્યે હનુમાન દાદાને કેસર વડી સ્નાન કરવામાં આવશે. ત્યારબાદ 7:00 વાગ્યે મંગળા આરતી થશે. યજ્ઞ ધ્વજારોહણ ત્યારબાદ 04:10 વાગ્યે મહાપ્રસાદ આયોજનકરવામાં આવ્યું છે. જેમાં 40,000 થી વધુ ભક્તો લાભ લેશે.
First published:

Tags: Dharm Bhakti, Local 18, Navsari News