Home /News /south-gujarat /નવસારી: લગ્નની ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટ મામલે નવો 'ધડાકો', દુલ્હનની બહેનને મારવાનો હતો પ્લાન, બે લોકોની ધરપકડ

નવસારી: લગ્નની ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટ મામલે નવો 'ધડાકો', દુલ્હનની બહેનને મારવાનો હતો પ્લાન, બે લોકોની ધરપકડ

લગ્નની ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટમાં દુલ્હો ગંભીર રીતે ઘાયલ

Police start investigation in Navsari marriage gift case. A newly married man and three year old child get injured in Mindhabari village of Vansda taluka. ટેડીબેર જેવી ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટમાં વરરાજાના ગંભીર ઈજા પહોંચી છે તો તેના ત્રણ વર્ષના ભત્રીજાને કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. બંનેની હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વધુ જુઓ ...
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા (Vansda)માં ખૂબ જ ચકચાર મચાવતો બનાવ બન્યો હતો. અહીં લગ્નમાં મળેલી ગિફ્ટમાં જોરદાર બ્લાસ્ટ (Marriage gift explodes) થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે વરરાજાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે હવે નવો જ ખુલાસો થયો છે. બ્લાસ્ટના સમાચાર બાદ એફએસએલ (FSL)ની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની સાળીને મારવા માટે તેના પૂર્વ પ્રેમીએ સમગ્ર કાંડ રચ્યો હતો. આ મામલે પોલીસે રાજુ પટેલ (Raju Patel) અને તેની મદદ કરનાર મનોજ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બ્લાસ્ટમાં વરરાજાના ગંભીર ઈજા પહોંચી છે તો તેના ત્રણ વર્ષના ભત્રીજાને કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. બંનેની હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ મામલે સુરત રેન્જ આઈ.જી. ડૉ.એસ.પાંડિયન રાજકુમારે (S Rajkumar Pandian) જણાવ્યું હતું, "વાંસદાના મિંઢાબારી ગામ ખાતે ટેડીબેર જેવી ગિફ્ટમાં બ્લાસ્ટ થયાના ન્યૂઝ મળ્યા છે. શરૂઆતથી એવું લાગી રહ્યું હતું કે આ સામાન્ય બ્લાસ્ટ નથી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ ટેડીબેર રાજેશ પટેલ નામના વ્યક્તિએ આપ્યું હતું. રાજેશ જેના લગ્ન થયા હતા તે યુવતીની બહેન જાગૃતિ સાથે એટલે કે દુલ્હાની સાળી સાથે લિવઈનમાં રહેતો હતો. બંને 2009થી લિવ ઈનમાં હતા. બંનેને એક બાળક પણ છે. બીજી તરફ રાજેશના પણ લગ્ન થઈ ચૂક્યા છે. બંને વચ્ચે આંતરિક વિખવાદ બાદ રાજેશે જાગૃતિ અને બાળકને મારવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તે મનોજ નામના તેના મિત્ર પાસેથી જિલેટિન અને ડિટોનેટર લાવ્યો હતો."

આ પણ વાંચો: હળવદમાં દીવાલ પડતાં 12 નિર્દોષોએ ગુમાવ્યો જીવ, દ્રષ્યો જોઈને કમકમાટી છૂટી જશે

રમકડાની ખરીદી કરી


પોલીસના જણાવ્યા પ્રમાણે, "જાગૃતિને મારવાના ઈરાદા સાથે રાજેશે એક રમકડું ખરીદ્યું હતું. આ રકડામાં તેણે જિલેટિન અને ડિટોનેટિર લગાવી દીધા હતા. જે બાદમાં એક વાયર બહાર કાઢ્યો હતો. આ ગિફ્ટ તેણે જાગૃતિની એક ફ્રેન્ડ મારફતે મોકલાવી હતી. જોકે, ભૂલથી આ ગિફ્ટ લગ્નની ગિફ્ટ સાથે મિક્સ થઈ ગઈ હતી. જાગૃતિએ આ ગિફ્ટ તેની બહેનના પતિને લગ્નમાં આપી દીધી હતી. લગ્ન બાદ પીડિત યુવકે આ ગિફ્ટ જોઈ હતી અને બોર્ડમાં વાયર ભરાવતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં વરરાજાના હાથનો એક હિસ્સો અલગ થઈ ગયો હતો. આ ઉપરાંત ત્રણ વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. આ કેસમાં રાજેશ અને મનોજની અટકાયત કરી લેવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે."

12-13 તારીખે સંપન્ન થયા હતા લગ્ન


મળતી માહિતી પ્રમાણે નવસારીના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામ (Mindhabari village) ખાતે લતેશ ગાવિત નામના યુવકના લગ્ન ગત 12મી મેના રોજ સંપન્ન થયા હતા. ગતરોજ યુવક અને તેની પત્ની લગ્નમાં મળેલી ગિફ્ટ્સ ખોલી રહ્યા હતા ત્યારે એક ગિફ્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ એક ટેડીબેર જેવી ગિફ્ટ હતી. યુવતીના પિતાએ એવી આંશકા વ્યક્ત કરી હતી કે તેની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજુ ધનસુખ પટેલે (Raju Dhansukh Patel) આ કાંડ કર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: રાજીનામા પત્રમાં હાર્દિકે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર કર્યાં ભરી ભરીને આક્ષેપો

વરરાજાને ગંભીર ઈજા


લગ્નમાં આવેલી ગિફ્ટનો વાયર બોર્ડમાં ભરાવતાની સાથે જ તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વરરાજાની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત વરરાજાના હાથનું કાંડુ તૂટી ગયું હતું. વરરાજાના ત્રણ વર્ષના ભત્રીજા જિયાંશ ગાવિતના કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું.

દુલ્હનના પિતા હરિશચંદ્ર ગવળીએ જણાવ્યું હતું કે, મારી નાની દીકરીના લગ્ન 12-13 તારીખે સંપન્ન થયા હતા. લગ્ન દરમિયાન તેમને ખૂબ ગિફ્ટ્સ મળી હતી. આજે સવારે મારી દીકરી અને જમાઈ ગિફ્ટ્સ ચેક કરી રહ્યા હતા ત્યારે એક ગિફ્ટમાંથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં જમાઈ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ડાબો હાથ કોણીમાંથી અલગ થઈ ગયો છે. બંને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. જમાઈના નાનાભાઈના બાળકને કપાળના ભાગે ઈજા પહોંચી છે.

યુવતીના પિતાએ શું કહ્યુ?


યુવતીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, "મારી મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજુ પટેલે આ ગિફ્ટ મોકલી હતી. આ ગિફ્ટ જાગૃતિની એક બહેનપણી મારફતે રાજુ પટેલે મકોલી હતી. ગિફ્ટ જાગૃતિને મારવા માટે મોકલવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. મારી મોટી દીકરીને 20 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. મારી મોટી દીકરી રાજુ પટેલ સાથે પ્રેમ સંબંધમાં હતી. છેલ્લા અઢી મહિનાથી દીકરી તેની સાથે બોલતી ન હતી."
First published:

Tags: Gift, Marriage, નવસારી, વિસ્ફોટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો