Home /News /south-gujarat /

મલેશિયામાં નવસારીના યુવકની હત્યા, મૃતદેહ પરત લાવવા પરિવારના વલખાં

મલેશિયામાં નવસારીના યુવકની હત્યા, મૃતદેહ પરત લાવવા પરિવારના વલખાં

ફિરોઝ ગુલામ કાથાવાલા

વડોદરાની મહિલા એજન્ટ ચાંદનીના સહયોગથી ફિરોઝ મલેશિયા પહોંચ્યો હતો, તેની સાથે નવસારીના 6-7 યુવાનો પણ હતા.

  રાજન રાજપૂત, નવસારી

  નવસારીઃ ઊંચા પગારની લાલચે દેવું કરીને મલેશિયામાં નોકરી કરવા ગયેલા નવસારીના મારોલીના યુવાન પર પખવાડિયા અગાઉ થયેલા જીવલેણ હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. હવે યુવાનનો મૃતદેહ ભારત પરત લાવવા તેનો પરિવાર રૂપિયાના વાંકે વલખા મારી રહ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામે રહેતા ફિરોઝ ગુલામ કાથાવાલા વેલ્ડિંગનું કામ જણાતો હોવાથી વિદેશમાં નોકરી માટે નસીબ અજમાવવા પ્રયાસ કર્યો. પોતાની પત્ની અને દીકરી અમ્મારા અને દીકરા અલમાહને સારૂ ભવિષ્ય આપવાની ચાહમાં ફિરોઝે મલેશિયામાં વેલ્ડર તરીકે જવાનું નક્કી કર્યું અને સંબંધીઓ પાસેથી 70 હજાર રૂપિયા ભેગા કરીને વડોદરાની મહિલા એજન્ટ ચાંદનીના સહયોગથી મલેશિયા પહોંચ્યો હતો. ફિરોઝ સાથે નવસારીના 6-7 યુવાનો પણ હતા.

  મલેશિયા પહોંચ્યા બાદ ત્યાંની સ્થિતિ જોઈને ફિરોઝ સાથે ગયેલા યુવાનો ભારત પરત આવી ગયા હતા. જ્યારે દેવું કરીને ગયેલા ફિરોઝે વિકટ પરિસ્થિતિમાં પણ મક્કમ મન કરીને મલેશિયામાં નોકરી ચાલુ રાખી હતી. પાંચ મહિનાથી મલેશિયામાં રહેતો ફિરોઝ નિયમિત પોતાના પરિવારને રૂપિયા મોકલી રહ્યો હતો. ગત 22 નવેમ્બરે પણ ફિરોઝ કંપનીમાંથી પગાર મળ્યા બાદ તેને બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં 5 થી 6 લૂંટારૂઓએ ઘેરી લેતા તેણે તમામ રૂપિયાઆપી દીધા હતા. લૂંટારૂઓએ તેનો મોબાઈલ ફોન માંગતા તેણે આપવાની ના પાડી હતી. જેથી લૂંટારૂઓએ ફિરોઝને ઘાતક હથિયારોથી ઢોર માર મારતા તે ગંભીર રીતે ઘવાયો હતો.

  દરમિયાન એક હુમલાવરે ફિરોઝના ગાળામાં સળિયો મારી દીધો હતો અને તેનો મોબાઈલ અને રૂપિયા લઈને ઘટના સ્થળેથી ફરાર થયા હતા. રાહદારીઓએ ઘાયલ ફિરોઝને નજીકની હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યાં અઠવાડિયાની સારવાર બાદ 1 ડિસેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું.

  આ પણ વાંચોઃ અભદ્ર માગણી કરનાર વકીલને મહિલાએ નવસારી કોર્ટ પરિસરમાં જ ફટકાર્યો

  હોસ્પિટલે મૃતદેહને મુંબઇ એરપોર્ટ સુધી પહોંચાડવા માટેના કાગળો તૈયાર કરી કોલ્ડ સ્ટોરેજ વાળી એજન્સીને સોંપ્યા હતા. સાથે જ ફિરોઝના ઘરનું સરનામું અને ફોન નંબર આપ્યા હતા. પરંતુ કરમની કઠણાઈ સામે આવી અને એજન્સીવાળાઓએ ફિરોઝને પરિવારજનોને ફોન કરી તેનો મૃતદેહ ભારત મોકલવા 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ફિરોઝના મોતના સમાચાર સાંભળી આઘાતમાં સારી પડેલા તેના ગરીબ પરિવાર પર વધુ 60 હજાર રૂપિયાનો બોજો આભ જેવો લાગ્યો છે. 10 દિવસ સુધી પોતાના સ્વજનનો મૃતદેહ ભારત ફરે એની આશા સેવી રહેલા ફિરોઝના પરીવારજનોની ધીરજ ખૂટી છે અને હવે ગુજરાત અને ભારત સરકાર ફિરોઝના મૃતદેહને ભારત લાવવામાં મદદરૂપ થાય અને તેની પત્ની અને બવા માસૂમ બાળકો ફિરોઝના અંતિમ દર્શન કરી શકે એવી આશા સેવી રહ્યા છે.

  મૃતકના પિતરાઈ ફૈઝલ ઈરાનીએ જણાવ્યું હતુ કે, "અમારા ભાઈ મલેશિયા ગયા હતા. નોકરી કરતા હતા. પગાર લઈ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યાં કેટલાક ઈસમોએ હુમલો કર્યો કર્યો. ભાઈએ પૈસા આપી દીધા પણ મોબાઈલ ન આપતા એક ઇસમે તેના ગળામાં સળિયો માર્યો હતો. પહેલી ડિસેમ્બકના રોજ તેમનું મોત થયું હતું. કોલ્ડ સ્ટોરેજના લોકોએ ઘરના નંબર ઉપર ફોન કરી રૂપિયાની માંગણી કરી હતી. પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સરકારને અપીલ કરીએ છીએ કે બોડી ભારત લાવે. આ કેસમાં એજન્ટની ભૂંડી ભૂમિકા છે. અમે બરોડાની ચાંદની મેડમને મળ્યા હતા. તેમણે ધમકી આપી છે કે જે થાય તે કરી લો."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Malaysia, Visa, ગુજરાતી, ગુનો, નવસારી, પોલીસ`

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन