નવસારી જિલ્લા પોલીસના 11 કોમ્પ્યુટર થયા રેન્સમવેરના શિકાર, એટીએમ પર એટેકની શંકા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 2:35 PM IST
નવસારી જિલ્લા પોલીસના 11 કોમ્પ્યુટર થયા રેન્સમવેરના શિકાર, એટીએમ પર એટેકની શંકા
નવસારી જિલ્લા પોલીસના 11 કોમ્પ્યુટર થયા રેન્સમવેરના શિકાર થયા છે. 11 કોમ્પ્યુટરના તમામ ડેટા ગાયબ થયા છે.ચીખલી પોલીસના 3, બિલીમોરા પોલીસનું એક કોમ્પ્યુટર હેક કરાયું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 2:35 PM IST
નવસારી જિલ્લા પોલીસના 11 કોમ્પ્યુટર થયા રેન્સમવેરના શિકાર થયા છે. 11 કોમ્પ્યુટરના તમામ ડેટા ગાયબ થયા છે.ચીખલી પોલીસના 3, બિલીમોરા પોલીસનું એક કોમ્પ્યુટર હેક કરાયું છે. તો બીજી તરફ એટીએમો પર પણ રેન્સમવેરના એટેકની શંકા દર્શાવાઇ રહી છે. બેન્કોને પણ સાવચેત કરી દેવાઇ છે.

જલાલપોર પોલીસનું એક કોમ્પ્યુટર બન્યું રેન્સમવેરનું શિકાર બન્યું છે.નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના 6 કોમ્પ્યુટર હેક થયા છે.ઇ.ગુજકોક અને જીસ્વાનની કામગીરીને અસર પહોચી છે.11 કોમ્પ્યુટરની તમામ કામગીરી ઠપ થઇ છે.Doc, xls, PDF તમામ ફાઈલોમાં વાયરસ ઘુસ્યો છે.1 કોમ્પ્યુટરના ડેટા પરત કરવા 300 ડોલર બીટ કોઈનની માગ કરી છે.

નોધનીય છે કે ત્રણ અલગ અલગ વાયરસ સક્રિય થયા છે. ખોટા મેઇલ કે મેસેજ પર વિશ્વાસ ન કરો અને તમારો ડેટા સુરક્ષિત રાખો. ફેક બેન્કની સાઇડથી પણ સાવધાન રહો. હેકર્સ સ્પામ ઇમેલ મોકલી ટાર્ગેટ કરે છે. ઓછા રકમનું ઇન્વેસ્ટ કરી વધુ કમાણીની લાલચના ફ્રોડ ઇમેલ મોકલે છે. જેમાં વાયરસ ઘુસાડાય છે. જેથી તમે આ ખતરાથી સાવચેત રહી અજાણ્યા મેઇલ પર ક્લીક ન કરશો.
જામનગરની RTO કચેરીના 2 કોમ્પ્યુટર થયા હેન્ગ 

600 ડૉલર ભરવાનો આવ્યો મેસેજ

આજથી કોમ્પ્યુટરને લગતું કામ બંધ કરાયુંFirst published: May 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर