નવસારી: પોલીસે નિર્દયતાની હદ વટાવી, રોફ ઝાડી દાદી સાથે 4 વર્ષની બાળકીને પણ પોલીસ વાનમાં બેસાડી દીધી

નવસારી: પોલીસે નિર્દયતાની હદ વટાવી, રોફ ઝાડી દાદી સાથે 4 વર્ષની બાળકીને પણ પોલીસ વાનમાં બેસાડી દીધી
દાદી સાથે 4 વર્ષની બાળકીને પોલીસે જીપમાં બેસાડી દીધી

નવસારી ગ્રામ્ય પોલીસે પોતાનું પોત પ્રકાશતા બાળકીના મનમાં પોલીસ પ્રત્યેની એક ડરની ભાવના ઉભી કરી

 • Share this:
  ભાવિન પટેલ, નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામમાં આવેલી 64 વીઘા જમીનમાં 18 ફૂટ તળાવ ખોદવાનો પરવાનગી મળી હતી. પરંતુ સરપંચે તળાવને ગેરકાયદેસર રીતે 35 ફૂટ ખોદી કાઢ્યું હતું. જેને કારણે ગ્રામજનોએ સરપંચ અને તલાટી પાસે ગ્રામ પંચાયતમાં ભરવાના થતા રૂપિયા ભરવાની માંગણી કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તંત્રમાં 9 મહિનાઓથી રજૂઆતો કરી હતી, પણ તંત્રમાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. જેમાં આજે ફરી નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા તવડી ગામના ગ્રામજનોએ કલેક્ટર નીચે આવીને આવેદનપત્ર સ્વિકારે એવી જીદ પકડી હતી.

  આ મામલે પોલીસે મધ્યસ્થી બનીને ગ્રામજનોની વાત કલેક્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલેક્ટર નીચે ન આવ્યા અને ગ્રામજનો ઉપર જઈ આવેદન આપવા તૈયાર ન હતા. જેમાં વિવાદ વકર્યો અને પોલીસે આવેદન આપવા આવેલા તવડીના તમામ ગ્રામજનોને બળજબરી પૂર્વક ડિટેન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી સહિત ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.  સુરત: 'મને ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન

  સુરત: 'મને ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન

  જલાલપોર તાલુકાના ગ્રામજનોના સરપંચ અને તલાટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના આવેદનપત્ર આપવાની જીદમાં પોલીસે બળજબરીપૂર્વક ગ્રામીણોને ડીટેન કર્યા હતા. જેમાં પોલીસે કોવીડ ૧૯ ના નિયમોને નેવે મુકીને ગ્રામજનોને ડીટેન કર્યા હતા. સાથેજ પોલીસે બળ પ્રયોગ કરતા ગ્રામીણો પણ રોષે ભરાયા હતા અને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પહોંચીને પોલીસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર મુદ્દે પોલીસે કોવીડ ૧૯ ને લગતા જાહેરનામા હેઠળ ૭૧ ગ્રામજનો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ પણ વાંચો - વડોદરા: 'મિત્રના લગ્નમાં ગયો પાછો જ ન આવ્યો', ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાથી ચકચાર

  પરંતુ સમગ્ર ઘટનામાં નવસારી ગ્રામ્ય પોલીસ અને એમના ઉચ્ચ અધિકારીઓએ માનવતા નેવે મૂકીને આવ્યા હોય એમ ગ્રામજનો સાથે માત્ર 4 વર્ષની નાની છોકરીને એમની દાદી સાથે પોલીસ વાનમાં રૂઆબ ઝાડીને બેસાડી દીધી હતી, જયારે બાળકીની આ રમવાની ઉંમરે બાળકી સામે નવસારી ગ્રામ્ય પોલીસે પોતાનું પોત પ્રકાશતા બાળકીના મનમાં પોલીસ પ્રત્યેની એક ડરની ભાવના ઉભી કરી છે. ત્યારે નવસારી જીલ્લાના પોલીસ વિભાગને માનવતાના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે, જેથી કરી બીજી વાર ક્યાંક આવા કુમળા છોડ જેવા બાળકો પ્રત્યે પોલીસ પ્રત્યેની સારી છાપ ઉભી કરી શકે.
  Published by:kiran mehta
  First published:December 03, 2020, 21:49 pm

  ટૉપ ન્યૂઝ