નવસારીઃ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામે અચાનક સામેથી આવેલા બાઇકચાલકને બચાવવા જતા અકસ્માત થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, વાંસદાના અંકલાઠ ગામે અચાનક સામેથી આવતા બાઈકચાલકને બચાવા જતા ધારાસભ્ય અનંત પટેલની બાઇક રસ્તાની કિનારે આવેલા ઝાડમાં જઈને અથડાઈ હતી. ત્યારે અકસ્માતને કારણે કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પરંતુ ધારાસભ્ય અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને ઇજા પહોંચી હતી.
સાવરકુંડલા અને લીલીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ કૃષિ મંત્રી તરીકે રહી ચૂકેલા વિ.વી.વઘાસિયા ગઈકાલે સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ સાવરકુંડલા પરત આવી રહ્યા હતા. જે દરમિયાન વંડાથી સાવરકુંડલા વચ્ચેના હાઇવે ઉપર જેસીબી મશીન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વઘાસીયાનું નિધન થયું હતું, બાદમાં પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને વિ.વી.વઘાસિયાનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર