Home /News /south-gujarat /નવસારી: મુંબઇથી ફરવા આવેલા બે યુવક દેવસરોવર ડેમમાં ડૂબ્યા, શોધખોળ ચાલુ

નવસારી: મુંબઇથી ફરવા આવેલા બે યુવક દેવસરોવર ડેમમાં ડૂબ્યા, શોધખોળ ચાલુ

દેવસરોવર ડેમમાં બે યુવાનો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે.

Navsari News: દેવસરોવર ડેમમાં બે યુવાનો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. ડેમના પાણીમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યાં છે. જે બાદ બિલીમોરા ફાયરની ટીમ યુવાનોની શોધખોળ કરી રહી છે.

નવસારી: દેવસરોવર ડેમમાં બે યુવાનો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. ડેમના પાણીમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યાં છે. જે બાદ બિલીમોરા ફાયરની ટીમ યુવાનોની શોધખોળ કરી રહી છે. તહેવારમાં બંને યુવાનો મુંબઈથી બિલીમોરા આવ્યા હતા. દેવસરોવર ડેમ ગણદેવીના દેવધા ગામમાં છે, જ્યાં આ દુર્ઘટના બની છે.

બન્ને યુવકો ડેમના પાણીમાં ન્હાવા પડ્યા હતા

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવસરોવર ડેમ ખાતે બે યુવાનો ન્હાવા પડ્યા હતા. આ બન્ને યુવાકો નવા વર્ષના દિવસે મોડી સાંજે દેવસરોવર ડેમના પાણીમાં ન્હાવા પડ્યા હતા. જ્યારે જોત-જોતાંમાં બન્ને યુવકો ડેમના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ બન્ને યુવકોની કોઇ ભાળ ન મળતાં લોકોએ ફાયરની ટીમને જાણ કરી હતી.

આ પણ વાંચો: ભચાઉ જઇ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, મિની ટ્રક-બસ અથડાતા 2નાં મોત, 9 ઘાયલ

શોધખોળ હાથ ધરાઇ

તહેવારમાં બન્ને યુવાનો મુંબઇથી બિલીમોરા આવ્યા હતા. મુંબઈથી નવસારીના બિલીમોરા ખાતે સબંધીને ત્યાં દિવાળીની રજામાં ફરવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ દેવસરોવર ડેમમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ બન્ને યુવકોનો કોઇ પત્તો ન મળતાં બિલીમોરા ફાયર જવાનો સહિત સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ છે.
First published:

Tags: Gujarat News, Navsari News