રાજન રાજપુત, નવસારીઃ વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરો માટે આજે વીજળી અને પાણી વિકટ પ્રશ્ન બન્યો છે. ત્યારે રાજ્યની નવસારી નગરપાલિકાએ વીજળીનો અન્ય વિકલ્પ અજમાવી વાર્ષિક લાખો રૂપિયાની બચત કરવાનું સફળ આયોજન કર્યું છે.
વીજળી,પાણી અને ઇંધણ ના મર્યાદિત જથ્થા નો માનવી અમર્યાદિત ઉપયોગ કરતો આવ્યો છે.પણ જો કુદરતી અખૂટ સ્ત્રોત ના ઉપયોગનું યોગ્ય આયોજન થાય તો પરિણામ મોટી બચત કરવાનારું હોઈ શકે છે. જેનું ઉત્તમ અનુકરણીય ઉદાહરણ નવસારી નગરપાલિકાએ પૂરું પાડ્યું છે .પાલિકા તંત્ર દ્વારા કચેરીની છત પર સૌર ઊર્જાનો ઉપયોગ કરી વીજળી ઉત્પાદિત કરવા માટે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.જેનો ત્વરિત અમલ પણ કરવામાં આવ્યો.
હવે પરિણામ સ્વરૂપ પાલિકા કચેરીનું વીજબીલ જે સામન્ય રીતે 45 થી 50 હજાર રૂપિયા જેટલું આવતું હતું તે હવે ઘટીને માત્ર 5થી 7 હજાર રૂપિયા આવ્યું છે અને વાર્ષિક 6થી 7 લાખ રૂપિયા બચત થવાનો અંદાજ છે. જેને લઈ પાલિકાના શાસકોમાં લોકોના નાણાં બચાવ્યાનો આનંદ છે. તો બીજી તરફ હવે તંત્ર પાલીકા હસ્તકના બીજા શોપિંગ સેન્ટર,ગાર્ડનમાં સૌર ઊર્જાના ઉપયોગનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સાથે જ પાલિકા દ્વારા લોકોને પણ સૌર ઊર્જાનો વધુ ઉપયોગ કરવામાં અપીલ કરવામાં આવી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર