Home /News /south-gujarat /નવસારી: આ બે યુવાનોએ જીવના જોખમે અમેરિકાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

નવસારી: આ બે યુવાનોએ જીવના જોખમે અમેરિકાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

અમે આજે સફળ વ્યક્તિઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ભેગા થઈ, પોતાના જીવના જોખમે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગીનીઝ બુકમાં નામ નોંધાવ્યું છે.

અમે આજે સફળ વ્યક્તિઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ભેગા થઈ, પોતાના જીવના જોખમે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગીનીઝ બુકમાં નામ નોંધાવ્યું છે.

રોજ આપણે સોશિયલ મીડિયા પર લોકો ટેલેન્ટને ઉજાગર કરતા હોય તેવા વીડિયો જોતા હોઈએ છે. લોકો ફેમસ થવા અને નામ કમાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને પણ દુનિયામાં કઈક નવું કરી બતાવવાનું કામ કરતા હોય છે. કેટલાક સફળ થાય છે તો કેટલાક નિષ્ફળ. પરંતુ અમે આજે સફળ વ્યક્તિઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ભેગા થઈ, પોતાના જીવના જોખમે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગીનીઝ બુકમાં નામ નોંધાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના બે યુવાનોએ જીવના જોખમે વિક્રમ સર્જયો છે. નવસારીના વિસ્પી કાસદ અને વીસ્પી ખરાડી નામના બે યુવાનોએ અણીદાર ખીલાઓ પર ઊંઘીને 37 તરબુચ કાપી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. આ કારનામાના કારણે તેમને ગીનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ કારનામામાં વીસ્પી ખરાડી ખીલાઓ પર સુધી ગયો ત્યારબાદ તેના પેટ પર તરબૂચ મુકવામાં આવ્યું, જેને વિસ્પી કાસદ તલવારથી કાપી છે. આ રીતે આ યુવાનોએ માત્ર 1 મિનિટમાં 37 તરબૂચ કાપી વિક્રમ સર્જ્યો, જેને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ રેકોર્ડ અમેરિકાના નામે હતો, અમેરિકાના બિપિન લારકીન નામના એક વ્યક્તિએ એક મિનિટમાં પોતાના પેટ પર 27 તરબૂચ કાપી આ રેકોર્ડ નોંધાવ્યો હતો, જેને નવસારીના આ યુવાનોએ હવે તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ વિસ્પી કાસદ પોતાના કારનામાઓ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી ચુક્યો છે. આ રેકોર્ડ સાથે તેણે પાંચમો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
First published:

Tags: નવસારી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો