Home /News /south-gujarat /નવસારીમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ

નવસારીમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ

દરગાહ રોડની ઘટના CCTVમાં કેદ થઇ છે.

Stray Cattle: નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રખડતા ઢોરની અડફેટે વૃદ્ધા ઘાયલ. દરગાહ રોડની ઘટના CCTVમાં કેદ થઇ છે.

    નવસારી: રખડતાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત રખડતાં ઢોરે વૃદ્ધને અડફેટે લીધા છે. નવસારીમાં રખડતાં ઢોરની અડફેટે વૃદ્ધા ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘાયલ વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે દરગાહ રોડ પર બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

    રખડતાં ઢોરે એક વૃદ્ધાને અડફેટે લીધા

    નવસારીના દરગાહ રોડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. અહીં રખડતાં ઢોરે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જ્યારે ઢોરે અડફેટે લેતાાં વૃદ્ધાને ઇજા પહોંચી છે. વૃદ્ધાને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચતા શહેરની મુલ્લા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તે જતાં લોકો તેનો ભોગ બની રહ્યા છે.


    આ પણ વાંચો: કચ્છ: ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે માગ્યું પોલીસ પ્રોટેક્શન!

    રાજકોટમાં વૃદ્ધનો ગયો હતો જીવ

    લગભગ ચાર દિવસ અગાઉ પણ આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી. દૂધ લેવા નીકળેલા વૃદ્ધને ગાયે ઢીંકે ચડાવી મોતના મુખ સુધી પહોંચાડ્યાનો બનાવો સામે આવ્યો હતો. દરમિયાન અજાણ્યા લોકોએ પણ ગાયને દૂર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગાય ત્યાંથી દૂર જતી જ નહોતી. આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રખડતા ઢોરના અજાણ્યા માલિક સામે ગુનો નોંધી તેની શોધખોળની કામગીરી શરૂ કરી હતી. રાજકોટમાં રખડતા ઢોરે કોઈ નાગરિકનો ભોગ લીધો હોય તે પ્રકારનો પ્રથમ ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Navsari News, Stray Cattle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन