Home /News /south-gujarat /નવસારી: હૈયુ હચમચાવતી ઘટના, હેવાન શિક્ષિકાના માર બાદ વિદ્યાર્થિનીનો આપઘાત
નવસારી: હૈયુ હચમચાવતી ઘટના, હેવાન શિક્ષિકાના માર બાદ વિદ્યાર્થિનીનો આપઘાત
લોકોમાં આક્રોશ એટલો હતો કે શાળાએ પોલીસ સાથે લોકોનું ભારે ઘર્ષણ પણ થયું હતું
Navsari Shocking Incident: મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈ શાળાએ પહોંચ્યા હતા. સાથે જ લોકોમાં આક્રોશ એટલો હતો કે શાળાએ પોલીસ સાથે લોકોનું ભારે ઘર્ષણ પણ થયું હતું
નવસારી: નવસારીના ચિખલીથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. હેવાન શિક્ષિકાના મારથી વિદ્યાર્થિનીને માઠું લાગી જતા આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચિખલી વાસીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં લોકો કંઈક અલગ કહી રહ્યા છે અને પોલીસના પણ કંઈક અલગ જ સૂર છે.
નવસારીના ચિખલીના મલવાડા ગામની એક ગંભીર ઘટનાએ હચમચાવી દીધા છે. જેને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હ્રદયને હચમચાવી દે તેવી ઘટના ઘટી જતા ચિખલીના આ ગામમાં આક્રોશનો ઉભરો એવો આવ્યો કે લોકોએ પોલીસ સાથે પર ઘર્ષણ કરી લીધું. દ્રષ્ટીને ન્યાય અપાવવા માટે ભીડ ઉમટી છે. આક્રોશના ઉભરા સાથે લોકોના હાથમાં 'દ્રષ્ટીને ન્યાય આપો....મજીશાળાએ દ્રષ્ટીનો જીવ લીધો...' શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું'ના બેનરો સાથે લોકોએ શાળાને અને પોલીસની કારને ઘેરી લીધી હતી. આ આક્રોશનો જુવાળ દ્રષ્ટીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકવાનો નથી. લોકોના ભારે આક્રોશ વચ્ચે આ નવસારીના ચિખલીથી સામે આવેલી આ દુખદ ઘટનાને જોઈએ તો, ચીખલીના મજીગામે આવેલી નયનાબેન મકનભાઈ પટેલ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી મલવાડા ગામની દ્રષ્ટિ પટેલની નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.
નવસારીના ચિખલીથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી...હેવાન શિક્ષિકાના મારથી વિદ્યાર્થિનીને મેઠું લાગી જતા આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચિખલી વાસીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો #Navsari#Gujarat#Crime#Gujaratpic.twitter.com/CQ58HR0uZY
ચિખલીના મલવા મલવાડા ગામની શાળાના આચર્ય પર આક્ષેપ છે કે, દ્રષ્ટિ એકમ કસોટીની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યાએ તેને શાળા વચ્ચે ઢોર માર માર્યો હતો. શિક્ષકે દ્રષ્ટિને એવો ઢોર માર માર્યો કે તે સહેન ના કરી શકી અને તે પોતાના ઘરે ગઈ અને પાછળના ભાગે જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના મૃતક દ્રષ્ટિની નાની બહેનની સામે બની હતી. તેણે પણ માર મારતા હેવાન શિક્ષકને અનેક આજીજી કરી પરંતુ તે હેવાન શિક્ષક રોકાયો જ નહીં.
ગામના લોકો ઘણા લાંબા સમયગાળાથી મજીગામ શાળાનો ત્રાસ ભોગવી રહ્યા હતા. જેના કારણે જ મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈ શાળાએ પહોંચ્યા હતા. સાથે જ લોકોમાં આક્રોશ એટલો હતો કે શાળાએ પોલીસ સાથે લોકોનું ભારે ઘર્ષણ પણ થયું હતું. દ્રષ્ટિની ગત 28મીએ યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી, જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું. બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી. જે દ્રષ્ટિએ ન કરાવતા માર માર્યો હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ લોકોને આક્ષેપ છે કે, કોઈ શિક્ષકે નહીં પરંતુ શાળાના આચાર્ય અને તેમના પતિએ દ્રષ્ટિને સોટી વડે ઢોર માર માર્યો હતો. જેના કારણે જ માઠું લાગી આવતા તેણે જીવન ટૂંકાવ્યું હતું.
જોકે, આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદમાં અત્યાર સુધી આચાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર વિદ્યાર્થિનીને બોલાચાલીમાં માઠું લાગી આવતા તેણે આપઘાત કર્યાની નોંધ કરવામાં આવી છે, ત્યારે પોલીસની આ કાર્યવાહી પર અનેક વેધક સવાલો ઉભા થાય છે કે શું કોઈ દબાણ હેઠળ પોલીસ શાળાના આચાર્યને બચાવી રહી છે કે પછી પોલીસ અને શાળાના આચાર્યના પતિ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર