Home /News /south-gujarat /Navsari : શિક્ષિકાએ માર મારતા ધોરણ 12ની વિદ્યાર્થિનીનો આપઘાત, રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને ચખાડ્યો મેથીપાક

Navsari : શિક્ષિકાએ માર મારતા ધોરણ 12ની વિદ્યાર્થિનીનો આપઘાત, રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને ચખાડ્યો મેથીપાક

વિદ્યાર્થિનીના આપઘાત બાદ સ્કૂલમાં હોબાળો

Navsari student suicide : નવસારીના મલવાડાની એક શાળાની વિદ્યાર્થિનીના આપઘાત બાદ વાલી અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષિકાએ માર મારતા ધોરણ 12ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હોવાનો વાલી આરોપ લગાવી રહ્યાં છે.

નવસારી : જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલ મલવાડા ગામની એક શાળાની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા મામલો ગરમાયો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જીવનલીલા સંકેલી લેતા વિદ્યાર્થીનીના વાલી તથા ગ્રામજનોએ શાળામાં હોબાળો મચાવ્યો હતો અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે જ રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળા બંધ કરવાની માંગ પણ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad News: અમદાવાદના ભાડુઆતના ત્રાસથી મકાનમાલિકનો આપઘાત, સુસાઇડ નોટ મળતા ભાંડો ફૂટ્યો

વિદ્યાર્થિનીના આપઘાત બાદ હોબાળો


મળતી માહિતી મુજબ ગત કાલે નવસારીના મલવાડા ગામની શાળાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ 12માં અભ્યાસ કરતી દ્રષ્ટિ પટેલના વાલીએ દિકરીના આપઘાત બાદ શાળાની શિક્ષકા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જે મુજબ નોટબૂક ઘરે રહી જતા શિક્ષિકાએ દ્રષ્ટીને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શિક્ષિકાના મારથી લાગી આવતા દ્રષ્ટિએ આપઘાત કર્યો હોવાનું તેના વાલી જણાવી રહ્યાં છે.





આ પણ વાંચો : તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના? ઘર કંકાસથી કંટાળી મહિલાએ દીકરી સાથે કર્યો આપઘાત

ગ્રામજનોએ શાળા બંધ કરવાની માંગ કરી


આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ રોષે ભરાયેલા દ્રષ્ટિ પટેલના વાલી તથા ગ્રામજનો વહેલી સવારે શાળાએ પહોંચ્યા હતા. શાળાએ જઇને તેમણે જોરદાર હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ આચાર્યને મેથીપાક પણ ચખાડ્યો હતો. જો કે દ્રષ્ટિના વાલીનો આક્ષેપ છે કે તેમને શાળામાં જતા અટકાવવામાં આવ્યા હતા. શાળામાં જોરદાર હંગામો થયા બાદ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોએ શાળા બંધ કરવાની માંગ કરી હતી.
First published:

Tags: Attempted suicide, Commit suicide, Navsari News, School students