નવસારી : ચાલુ ટ્રેનમાં ચઢવા જતી લપસી મહિલા, RPFના જવાને બચાવ્યો જીવ, Video થયો Viral

નવસારી રેલવે સ્ટેશન પર બચ્યો મહિલાનો જીવ

નવસારી રેલવે સ્ટેશન પર વિરાર ભરૂચ મેમુમાં ચઢવા જઈ રહેલી મહિલા લપસી જુઓ પછી વીડિયોમાં શું થયું

  • Share this:
    નવસારી : દેશમાં રેલવે પોલીસની (Railway Police) બહાદુરીના અનેક વીડિયો (Video) સામે આવ્યા છે જેમાં સ્ટેશન પર ટ્રેન આવતા સમયે લપસી ગયેલા મુસાફરોનો જીવ બચવવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ જોવા મળી છે. આવી જ એક ઘટના રાજ્યના નવસારી (Navsari) રેલવે સ્ટેશ (Railway station) પર 6 જુલાઈના રોજ ઘટી હતી. આ ઘટનામાં એક મહિલા ટ્રેનમાં (Train) ચઢવા જતા લપસી હતી અને તેનો પગ સંભવિત રીતે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયો હતો જોકે, રેલવે પોલીસના જવાને આ મહિલાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

    બનાવની વિગતો એવી છે કે 6 જુલાઈના રોજ આ મહિલા પેસેન્જર તેના બાળક સાથે વીરાર-ભરૂચ મેમુ ટ્રેન નંબર train No.09101. 1/2માં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લપસી ગઈ હતી. આ મહિલાનો પગ વીડિયોમાં જોવા મળે છે તે રીતે ફસાયો હતો.

    આ પણ વાંચો : સુરત : ઉલટી ગંગા! પતિની પીટાઈનો Viral Video, રણચંડી પત્નીએ ઘરમાં પૂરી ધોલાઈ કરી

    દરમિયાન પળભરનો વિલંબ કર્યા વગર રેલવે પોલીસના જવાને મહિલાને ખેંચી અને તેનો જીવ બચાવી લીધો હતો. આ મહિલાને જો સમયસર બચાવવામાં ન આવે તો કદાચ અધટિત ઘટના સર્જાઈ શકી હોત પરંતુ રેલવે પોલીસની સતર્કતાના કારણે આ ઘટના ટાળી શકાઈ છે.



    ઘટનાની પુષ્ટી રેલવે પોલીસના વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ વીડિયો તેમના ટ્વીટર હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. મહિલાની ઉંમર 22 વર્ષ હતી અને તે આ ટ્રેનમાં ચઢવાની કોશિષ કરતા સમયે લપસી હતી.

    આ પણ વાંચો : સુરત : લાલુ જાલિમનું નેટવર્ક ફિલ્મોના DON જેવું હતું, પોલીસને જણાવ્યું UPમાં ક્યાં-ક્યાં છૂપાયો હતો


    રેલવે સ્ટેશન પરના સીસીટીવીમાં કેદ થયેલો આ વીડિયો હાલમાં વાયરલ થયો છે. જોકે, આ જવાનની બહાદુરાની કારણે એક મોટો અકસ્માત થતા બચી ગયો છે ત્યારે પેસેન્જરોએ આ ઘટનામાંથી શીખ લેવી જરૂરી છે.

    આ પણ વાંચો : સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન

    ચાલુ ટ્રેન ચઢવું કે ઉતરવું એ ગુનો પણ છે

    રેલવેના નિયમો મુજબ ચાલુ ટ્રેનમાં ચઢવાની કે ઉતરવાની મનાઈ છે. રેલવે આ ઘટનાને પ્રોત્સાહન આપતી નથી અને સ્પષ્ટપણે આવી હરકતો કરવાની મનાઈ કરે છે. કેટલાક કિસ્સામાં આવી ઘટનાઓ દંડને પાત્ર પણ થઈ શકે છે ત્યારે પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકતા પેસેન્જરોએ આ વીડિયો જોઈને ચેતી જવાની જરૂર છે.
    Published by:Jay Mishra
    First published: