નવસારી : 'બર્થ ડે પાર્ટી કરવા લાવ્યો', પોલીસ કોન્સ્ટેબલ મિત્ર સાથે વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયો

પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો

મોંઘીદાટ બ્રાન્ડની અંદાજે 26500ની કિંમતની 75 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી. મિત્ર પણ સરકારી કર્મચારી હોવાનું બહાર આવ્યું.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, નવસારી : જિલ્લામાં પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો એએક પોલીસકર્મી રૂપિયા 26 હજારના વિદેશી દારૂની હેરફેર કરતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ સાથે આબાદ ઝડપાઈ ગયો છે. નવસારી પોલીસનો પોલીસ કોન્સ્ટેબલ વિરલ પટેલ નંબર વગરની કારમાં દમણથી વિદેશી દારૂ ભરી અને નવસારી તરફ જઈ રહ્યો હતો. એ વખતે જ વલસાડ જિલ્લાની પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી અને પોલીસકર્મીને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડયો છે. પોલીસ કોન્સ્ટેબલ ની સાથે તેનો એક સાથી પણ ઝડપાયો છે. એ સાથી મિત્ર પણ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. આમ વલસાડ જિલ્લાની પારડી પોલીસે નવસારીના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 26500ની કિંમતના વિદેશી દારૂની હેરાફેરી કરતા પોતાના સાથી આરોગ્ય કર્મચારી સાથે ધરપકડ કરી અને સળિયા પાછળ ધકેલી દીધો છે.

  મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે, અને સધન ચેકિંગ હાથ ધરાયું છે. તેમ છતાં બુટલેગરો અવનવી તરકીબો અજમાવી અને દારૂની છૂટ ધરાવતા પડોશી સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના પ્રયાસો કરી રહ્ય છે. જો કે દારૂની હેરાફેરીમાં મોટી કમાઈને લીધે લલચાઈ અને હવેપોલીસકર્મીઓ પણ બુટલેગર બની રહ્યા હોય તેવા અનેક પ્રસંગો સામે આવી રહ્યા છે. આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે દમણની હદ પર આવેલી કલસર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. એન.ગોહિલ અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે દમણ કલસર ચેકપોસ્ટ પર બાજ નજર રાખી રહ્યા હતા, એ વખતે દમણથી ગુજરાતમાં પ્રવેશ કરતી એક નંબર વગરની શંકાસ્પદ કારને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો.

  આ પણ વાંચોઅવૈધ સંબંધ : 5 વર્ષની દીકરી પ્રેમી સાથે જોઈ ગઈ તો મા ગભરાઈ, પતિથી બચવા કર્યું આ ભયંકર કામ

  જોકે પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં જ કારચાલકે કારને પુરઝડપે હંકારી હતી, પરંતુ પહેલાથી સતર્ક પોલીસે કારને રોકી હતી. ત્યાર બાદ તેની તપાસ કરતા કારમાંથી બહાર આવેલ કારચાલક પોતે નવસારી પોલીસ હેડકવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખ આપી હતી. તેમ છતાં પોલીસે કારની તપાસ કરતા કારમાંથી મોંઘીદાટ બ્રાન્ડની અંદાજે 26500ની કિંમતની 75 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, આથી પોલીસે કારચાલક વિરલ પટેલની ધરપકડ કરી છે.

  તમને જણાવી દઈએ કે, આરોપી વિરલ પટેલ પોતે નવસારી પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો, અને તેનો સાથી આરોપી એવો તરલ પટેલ પણ નવસારીમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. આમ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા વિદેશી દારૂ સાથે ઝડપાયેલો પોલીસ કોન્સ્ટેબલ પોતાનો બર્થ ડે હોવાથી પાર્ટી માટે આ વિદેશી દારૂ લઇ જઇ રહ્યો હોવાનું પોલીસ સમક્ષ બહાનું બતાવ્યું હતું પરંતુ પારડી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આ પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ વિદેશી દારૂ હેરાફેરી કરી છે કે કેમ? સાથે જ આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો.? તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચોબે મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, એક યુવતીએ તો પોલીસ સ્ટેશન પરિસરમાં જ જીવન ટુંકાવ્યું

  આમ બર્થડે પાર્ટી ઉજવવા માટેનું બહાનું બનાવી અને નવસારીનો પોલીસ કોન્સ્ટેબલ સાડા 26 હજાર રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે પારડી પોલીસના હાથે ઝડપાઈ જવાની ગયો છે, અને પોલીસે કાર સાથે અંદાજે 2.47 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. આમ હવે વિદેશી દારૂની હેરાફેરીમાં મોટી કમાણી અને તાત્કાલિક રૂપિયા કમાવવાની લાલચમાં હવે પોલીસકર્મીઓ પણ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની માટે વિદેશી દારૂની ખેપ મારતા હોય તેવું લાગી રહ્યું છે.

  આ પણ વાંચોOMG: જ્યારે માલિકને વાઘના ખૂની જડબામાંથી નીકળલાવી ભેંસ, જુઓ આશ્ચર્યજનક કહાની

  આ અગાઉ પણ પારડી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ, એએસઆઇ સહિત અનેક પોલીસ કોન્સ્ટેબલો વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચુકયા હોવાના કેસ નોંધાઈ ચૂકયા છે. ત્યારે આ વખતે ફરી એક વખત નવસારીનો પોલીસ કોન્સ્ટેબલ હજારો રૂપિયાનો વિદેશી દારૂની ખેપ મારતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, આથી સમગ્ર મામલો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
  Published by:kiran mehta
  First published: