નવસારીઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video, કારે ફૂલ સ્પીડમાં મોપેડને મારી ટક્કર, પિતા પુત્રી ફંગોળાયા, યુવતીનું મોત

નવસારી અકસ્માતના સીસીટીવી ફૂટેજ

Navsari accident cctv: નવસારીમાં હોટલમાં જમીને પોતાના ઘરે જતાં હતા. પરંતુ તેમણે સપ્નેએ નહીં વિચાર્યું હોય તે પોતાની લાડલી સાથે આ તેમનું જીવનનું છેલ્લું બની જશે. પુત્રીના મોત બાદ પરિવારમાં માતમ છવાયો છે.

 • Share this:
  ભાવિન પટેલ, નવસારીઃ રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે વધુ એક કમકમાટી ભરી અકસ્માતની (Road accident) ઘટના થોડા દિવસ પહેલા નવસારીમાં (Accident in Navasari) ઘટી હતી. જોકે, આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (Accident cctv footage) સામે આવ્યા છે. આ વીડિયો જોઈને ભલભલાના રુંવાડા ઊંભા થઈ જાય. અહીં નેશનલ હાઇવે 48 ઉપર ફૂલ સ્પીડે જતી કારે આગળની કારને અડફેટે લીધી અને કારની ટક્કરથી બીજી કાર બેકાબુ બનીને મોપેડ ઉપર જતા પિતા પુત્રીને અડફેટે (car hit father and daughter moped) લીધા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે નવસારીમાં આવેલા નેશનલ હાઈવે 48 ઉપર ગ્રીડ નજીક આશરે દસ દિવસ પહેલા એક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પિતા પુત્રી હોટલમા જમવા ગયા બાદ પોતાના મોપેડ ઉપર ઘરે જઈ રહ્યા હતા. તેઓ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

  આ સમયે તેમને અડધાર્યો અકસ્માત નડ્યો હતો.મોપેડ ઉપર પિતા પુત્રી આરામથી જઈ રહ્યા ત્યારે એક બેકાબુ કારે તેમને અડફેટે લીધા હતા અને બંને પિતા પુત્રી મોપેડ સાથે ફંગોળાયા હતા. અને પુત્રી રોડ ઉપર જ પટકાઈ હતી. જેથી તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જ્યારે પિતાને પણ ઈજાઓ પહોંચતા બંનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  મળતી માહિતી પ્રમાણે દસ દિવસની લાંબી સારવાર બાદ યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાના સીસીટીવીના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથધરી હતી. હોટલનું પિતા સાથેનું ભોજન પુત્રી માટે અંતિમ બની ગયું હતું.

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  જોકે, આ કમકમાટી ભરી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી વીડિયોમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા પુત્રી પોતાના મોપેડ ઉપર હાઇવે ઉપર પસાર થઈ રહ્યા છે. તેમના મોપેડથી થોડા અંતરે એક ફૂલ સ્પીડે આવેલી કારે આગળ જતી કારને જોરદાર ટક્કર મારી હતી.  કારની જોરદાર ટક્કરથી આગળની કાર બેકાબુ બની ગઈ હતી. જોકે, કાર ગતિમાં હોવાથી પોતાની આગળ મોપેડ ઉપર જતા પિતા પુત્રીને ટક્કર મારી હતી. અને કાસ સાથે ઘસેડ્યા હતા. આ જોરદાર અકસ્માતમાં પુત્રી રોડ ઉપર પટકાઈ હતી. અને જોતજોતામાં સ્થાનિક લોકો એકઠાં થતા દેખાઈ રહ્યા હતા.
  Published by:ankit patel
  First published: