નવસારી : નબીરાઓએ રાત્રિ કર્ફ્યૂમાં પોલીસ ચોકીથી 200 મીટર નજીક ઉજવણી કરી, Video થયો Viral

નવસારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Navsari Viral Video : 3776 લોકો જાહેરનામાના ભંગ બદલ દંડાયા પરંતુ ખનન માફિયાના નબીરાઓને પોલીસ દંડ કરી ન શકી, ઉજવણીનો Video સોશયિલ મીડિયામાં વાયરલ

  • Share this:
    ભાવિન પટેલ, નવસારી :  નવસારી (Navsari) જિલ્લામાં નાઈટ કરફ્યુમાં (Night Curfew) જાહેરનામા ભંગના અત્યાર સુધીમાં નવસારી પોલીસે (Police) પોણા ચાર હજાર કેસ નોંધાયા છે જેમાં હવે નવસારી શહેરમાં એપ્રિલથી લાગુ નાઈટ કરફ્યુ 10 જુલાઈથી હટાવી લેવાયો છે,પરંતુ તે દરમિયાન નવસારી પાલિકા વિસ્તારમાં જાહેરનામા ભંગના કુલ 3776 કેસ નોંધાયા છે પરંતુ 9 જુલાઈએ નવસારીના જ ગ્રીડ વિસ્તારમાં નવસારીના ખનન માફિયાના નબીરાઓએ જાહેરમાં જન્મદિનની (Birthday Celebration) ઉજવણી કરીને નવસારી ગ્રામ્ય પોલીસની કામગીરી સામે આંગળી ચીંધી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

    એ પણ એટલા માટે કહેવું શક્ય છે કે એક બાજુ પોલીસ 28મી એપ્રિલથી 10 જુલાઈ સુધીમાં 3776 લોકોને જાહેરનામા ભંગ હેઠળ કેસ નોંધતી હોય અને બીજી બાજુ નવસારીના ગ્રીડ પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતર પર ખનન માફિયાના નબીરાઓ જાહેરમાં પોતાનો જન્મદિન ઉજવે જે પોલીસના આશિર્વાદ વગર શક્ય જ નથી.

    આ પણ વાંચો : સુરત : ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો દલાલ શિવા ઝડપાયો, વેસુમાં 7 યુવતીઓ પાસે કરાવતો હતો ગોરખધંધો

    જાહેરનામાં ભંગના નોંધાયેલાં 3776 જેટલા કેસમાં અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો નવસારી ટાઉનમાં 964 જેટલા કેસ રજિસ્ટર થયા છે, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં સૌથી વધુ 1789 કેટલા કેસ રજિસ્ટર થયા છે, જલાલપુર પોલીસ સ્ટેશનમાં સૌથી ઓછા 350 જેટલા કેસ નોંધાયા છે અને વિજલપુર પોલીસ સ્ટેશન મથકમાં 673 જેટલા કેસ મળી કુલ ચાર પોલીસ સ્ટેશનમાં 3776 જેટલા કેસ નોંધાવા પામ્યા છે.

    આ પણ વાંચો : ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

    જયારે ખનન માફિયાના નબીરાઓ એ જે વિસ્તારમાં જાહેરમાં પોતાનો જન્મદિન ઉજવ્યો એ વિસ્તારના નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં સૌથી વધુ 1789 કેટલા કેસ રજિસ્ટર થયા છે,તો શું આ ગ્રામ્ય પોલીસના અધિકારીઓને 9 જુલાઈની રાત્રે પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે ઉજવાયેલ જન્મદિનની ઉજવણી કરવા નીકળેલ ખનન માફિયાના નબીરાઓ ધ્યાને ન આવ્યા કે પછી ગ્રામ્ય પોલીસ અધિકારીઓના આશિર્વાદ થી આ નબીરાઓ રાત્રી કર્ફ્યુ દરમિયાન બેફામ બન્યા અને રાત્રી કર્ફ્યુના ભંગ બદલ દંડાયેલ 3776 લોકોની મઝાક બનાવી ?



    નવસારીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે 9 જુલાઈના રોજ રાત્રી કર્ફ્યુ દરમિયાન જન્મદિનની જાહેરમાં ઉજવણીમાં બેફામ બનેલ ખનન માફિયાઓના નબીરાઓ છે અગાવ પણ આ નબીરાના પરિવારના સભ્યો તેમજ એમના મળતીયાઓ દ્વારા નવસારીના એક પત્રકારને ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો જેની રજૂઆત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ખાણ-ખનીજ વિભાગને કરવામાં આવી હતી અને  આ માફિયાઓ દ્વારા ચાલતી ઘેરકાયદેસર ખનનને તાત્કાલિક અશરથી બંધ કરવા રજૂઆત થઇ હતી પરંતુ  અધિકારીઓએ વાતને નજરઅંદાજ કરતા નવસારી પાલિકાના નગરસેવકો મેદાને આવી બેફામ ચાલતી ઘેરકાયદેસર ખનનને અટકાવી હતી.

    આ પણ વાંચો : Business Tips : જો તમારી પાસે રૂ.1થી 100ની આ ખાસ નોટ અને જૂના સિક્કા હોય તો 1.5 લાખ કમાવવાની છે તક

    પરંતુ પોલીસના આ ખનન માફિયા પર આશિર્વાદ હોય એમ ફરી વિવાદમાં આવ્યા છે.એમના નબીરાઓ દ્વારા આ રીતે રાત્રી કર્ફ્યુ દરમિયાન બેફામ બની રાત્રી કર્ફ્યુના ભંગ પણ કર્યો અને જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી ને જાણે રાત્રી કર્ફ્યુના ભંગ બદલ દંડાયેલ 3776 લોકોની મઝાક બનાવી  ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી આવા લોકોને ડામવા જરૂરી બન્યું છે જેથી કરી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ટકી રહે
    Published by:Jay Mishra
    First published: