Home /News /south-gujarat /

પહેલા મતદાન પછી બીજા બધા કામ, નવસારીમાં વોટીંગ માટે બદલાયો લગ્નનો સમય

પહેલા મતદાન પછી બીજા બધા કામ, નવસારીમાં વોટીંગ માટે બદલાયો લગ્નનો સમય

આજે નવસારીના બિલિમોરામાં પટેલ પરિવારે મતદાન કરવા માટે જાનૈયાઓને પહેલા મતદાન કરવા ગયા અને પછી લગ્ન કરાવવા. આ વાત છે પટેલ પરિવારની જેમાં તેમને પહેલા મતદાનને મહત્વ આપ્યું.



પરિવારે જણાવ્યું હતું કે પહેલા મતદાન અને પછી બીજા બધા કામ. તેમને સમાજને એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આજે સવારે ભરૂચમાં પણ વર વહુ લગ્ન કરતા પહેલા વોટીંગ કરવા ગયા હતાં.



નવસારીની આ બેઠક પર ભાજપના પિયુષ દેસાઈ ઉમેદવાર છે. તેઓ સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓ 2 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. તેમની સામે કોઈ ગુનો દાખલ નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પિયુષ દેસાઈ વિજયી થયા હતાં. આ બેઠક પરી કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલ છે . જે સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવે છે અને તેમની સંપત્તિ 9 કરોડથી વધુની છે. તેમની સામે કોઈ ગુનો દાખલ નથી
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર