Home /News /south-gujarat /નવસારી : ફાયરિંગ વીથ લૂંટનો ભેદ 9 દિવસમાં ઉકેલાઈ ગયો, આરોપીઓએ છોડી ગયા હતા એક કમજોર કડી

નવસારી : ફાયરિંગ વીથ લૂંટનો ભેદ 9 દિવસમાં ઉકેલાઈ ગયો, આરોપીઓએ છોડી ગયા હતા એક કમજોર કડી

નવસારી પોલીસે ઝડપી પાડેલા આરોપીઓએ પોપટની જેમ ગુનો કબૂલ્યો હતો.

લઘુ શંકા જવાના બહાને કાર ઊભી રખાવી અને લૂંટારૂઓ 22 લાખની ઇનોવા ચોરીને ભાગી ગયા હતા. જોકે, કાનૂનના લાંબા હાથના શકંજામાં ગઠિયાઓ આવી જ ગયા

  ભાવિન પટેલ, નવસારી : લોકડાઉન ની કારમી મંદીમાં અનેક લોકોએ સકારાત્મકતા તરફ વળીને નવા વ્યવસાય ની શુભ શરૂઆત કરી છે તો કેટલાક એ શોર્ટ કટ અપનાવી ને ગુનાહિત પ્રવુતિ કરવાનું મુનાસીબ માની તે તરફ જતા તેની મંજિલ માત્ર જેલ જ હોય છે તે વાત તેઓ ભૂલી ગયા હતા.૯ દિવસ પહેલા નવસારીના વાંસદા માં કાર લુટ વિથ ફાયરીંગ ના કેસને પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. હાલમાં કાર ભાડે કરીને વાહન ચાલક ને માર મારીને કાર લૂટીને ફરાર થવાની મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં બનવા પામ્યો હતો જેમાં જય સોમનાથ ડગલે નામના વ્યક્તિ પાસે થી નાસિક થી અમદાવાદ જવા માટે કાર ભાડે કરીને 2 ઇસમો એ વાસદા થી વઘઈ જતા નિર્જન માર્ગ એવા વીસ ગુલિયા ફાટક પાસે લઘુશંકા કરવાને બહાને ગાડી ઉભી રખાવીને કાર ચાલક પર ૨ રાઉન્ડ ફાયરીંગ કર્યા બાદ 22 લાખની ઈનોવા કાર લૂટીને નાસિક તરફ જતા રહ્યા હતા.

  જેને પગલે હરકતમાં આવેલી નવસારી પોલીસે કેસની ગંભીરતા જોતા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસનું લંગર નાસિક તરફ લંબાવતા ૯ દિવસ બાદ ગુના ને આસાની થી સોલ્વ કર્યો હતો.સમગ્ર પ્રકરણમાં ટુર્સ અને ટ્રાવેલ્સ ના ધધા સાથે સંકળાયેલા સાગર ઉસ્વાલ અને કરણ ધુન્ગે નામના બે વ્યક્તિઓ ની ધરપકડ સાથે મુખ્ય ભૂમિકા ભજવનાર આદિત્ય શિંદે ને વોન્ટેડ જાહેર કર્યો છે.

  આ પણ વાંચો :  સુરત : હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, રફની ખરીદી માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ શરૂ કરવાની માંગ

  હાલમાં લોકડાઉનમાં દરેક ધંધામાં મંદી આવી છે ત્યારે ટ્રાવેલ્સ ના ધંધા માં પણ મંદી આવતા ત્રણેય આરોપીઓ આર્થીક ભીસમાં સપડાયા હતા જેને લઈને ખાલી દિમાગ શૈતાન કા ઘર હોય એ રીતે શોર્ટ કટમાં યુવાનો એ કાર ભાડે કરીને લુટ નો પ્લાન ઘડી કાઢ્યો અને તેને અન્જામાં પણ આપ્યો પણ દરેક આરોપી ગુનો કર્યા બાદ એક કમજોર કડી છોડી જાય છે.

  આ પણ વાંચો :  નવસારી: દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ રૂપિયા 35 લાખમાં વેચવા જતી ટોળકીની ધરપકડ
  " isDesktop="true" id="1028651" >

  તેમ આં આરોપીઓ એ કાર લૂંટતી વખતે ભોગ બનનાર નો મોબાઈલ આચકી લેતા પોલીસે ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લઈને આરોપીઓના ગિરેબાન સુધી પહોચી હતી.પોલીસે તમામ આરોપીઓ પાસેથી દેસી હાથ બનાવટ ની પિસ્તોલ અને લુટેલો મોબાઈલ કબજે કર્યો છે. આ સમગ્ર કેસમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ એ માત્ર 9 દિવસમાં મહારાષ્ટ્ર ના નાસિક જઈને કેસ ઉકેલ્યો હતો
  Published by:Jay Mishra
  First published:

  Tags: Breaking News, South gujarat news, ગુજરાતી ન્યૂઝ

  विज्ञापन
  विज्ञापन