Home /News /south-gujarat /નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

સીસીટીવી પરથી તસવીર

નવસારીના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભાવનગરના મકવાણા પરિવાર ટેમ્પો લઈને ચીખલી તરફ જઈ રહ્યા હતા. આ સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.

ભાવિન પટેલ, નવસારીઃ માર્ગ અકસ્માતની (Road accident) ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. આવી અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં (Navsari) બની હતી. અહીં બે દિવસ પહેલા નેશનલ હાઇવે 48 (National highway 48) ઉપર ટેન્કર સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો (cctv video) આજે શુક્રવારે સામે આવ્યો છે. આ ઘટનામાં એક મહિલાનું મોત પણ નીપડ્યું હતું. જ્યારે અન્ય ચાલકને વધુ ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા નવસારીના નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભાવનગરના મકવાણા પરિવાર ટેમ્પો લઈને ચીખલી તરફ જઈ રહ્યા હતા. કેરીના વ્યવસાય સાથે સંકળાયેલા મકવાણા પરિવાર ટેમ્પો લઈને એંઘલ ગામની સીમ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

આ સમય સામેથી બેકાબૂ ટેન્કર આવ્યું હતું. અને ટેમ્પોને ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. અને અન્ય ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પતિ સુઈ ગયો ત્યારે સસરા અને સાળી સાથે લાખો રૂપિયા લઈ પત્ની ફરાર, ફોન કરીને કહ્યું 'નવું ઘર બનાવીશ અને શાંતિથી રહીશ'

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

જેને સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટેન્કર અને ટેમ્પો વચ્ચેની જોરદાર ટક્કર નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.



સીસીટીવીમાં દેખાય છે એમ આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે એંઘલ ગામની સીમમાં નેશનલ હાઇવે નંર 48 ઉપર એક ટેમ્પો પસાર થઈ રહ્યો છે. અને ટેમ્પો ચાલકે અચાનક કાબુ ગુમાવતા તે સામેથી આવતા ટેન્કર સામે ધડાકાભેર અથડાયો હતો.
First published:

Tags: અકસ્માત, ગુજરાત, નવસારી, સીસીટીવી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો