નવસારી : 14 લગ્ન કરનારા તાંત્રિકે રૂપિયાનો વરસાદનો વીડિયો બતાવી પિતા અને દીકરીને ફસાવ્યાં હતા

નવસારી : 14 લગ્ન કરનારા તાંત્રિકે રૂપિયાનો વરસાદનો વીડિયો બતાવી પિતા અને દીકરીને ફસાવ્યાં હતા
નવસારી જિલ્લાના ગણદેવીની બે બહેનો પર નંદુરબાર, મહારાષ્ટ્રના વિષ્ણુ ચતુર નાઈકે ( ઉ.વ. 37 ) તાંત્રિક વિધિના બહાને બે બહેનો જેમાંથી એક સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી.

નવસારી જિલ્લાના ગણદેવીની બે બહેનો પર નંદુરબાર, મહારાષ્ટ્રના વિષ્ણુ ચતુર નાઈકે ( ઉ.વ. 37 ) તાંત્રિક વિધિના બહાને બે બહેનો જેમાંથી એક સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી.

 • Share this:
  નવસારીના ગણદેવીમાં બે બહેનો પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર તાંત્રિકની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ ચકચારી કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે કે, બંને બહેનો પર દુષ્કર્મ આચરતાં પહેલાં તાંત્રિક વિષ્ણુ મહારાજે બંને બહેનો અને તેમના પિતાને લાખાપોર ગામમાં રૂપિયાનો વરસાદ પાડ્યો હોવાનો વીડિયો બતાવ્યો હતો. જેનાથી આ લોકોને તાંત્રિક પર વિશ્વાસ આવી ગયો હતો. આ પહેલા પણ ખુસાલો થયો હતો કે, આ તાંત્રિકે 14 વખત લગ્ન કર્યા છે. હાલ તે બે પત્ની અને સાત બાળકો સાથે રહે છે.

  પિતા પાસેથી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા


  નવસારી જિલ્લાના ગણદેવીની બે બહેનો પર નંદુરબાર, મહારાષ્ટ્રના વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઈકે ( ઉ.વ. 37 ) તાંત્રિક વિધિના બહાને બે બહેનો જેમાંથી એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિક વિધિના નામે બંને બહેનેના પિતા પાસેથી 50 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. પહેલાં મોટી બહેન, બાદમાં નાની અને સગીર બહેનને શિકાર બનાવી હતી. બંને બહેનો ગર્ભવતી થતાં આખો મામલો સામે આવ્યો હતો. જેથી ગણદેવી પોલીસે તાંત્રિક વિષ્ણુ મહારાજ અને તેના બે સેવકની ધરપકડ કરી હતી. હાલ ત્રણેય રિમાન્ડ પર છે અને પૂછપરછ ચાલી રહી છે.

  રાજકોટમાં રાતે ઘોડા પર સ્ટંટ કરવા અને ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવવા પડ્યા ભારે, થઇ કાર્યવાહી

  હળવદનાં LRD જવાને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી ટૂંકાવ્યું જીવન, કારણ અકબંધ

  રૂપિયાના વરસાદનો વીડિયો બતાવ્યો હતો

  તાંત્રિકે પિતા અને મોટી દીકરીને લખાપોર ગામમાં તાંત્રિક વિધિથી રૂપિયાનો વરસાદ પાડ્યાનો વીડિયો પણ પોતાના મોબાઇલમાંથી બતાવ્યો હતો. તેણે આ લોકોને વિશ્વાસમાં લઇને જણાવ્યું હતું કે, તે બધાની સમસ્યાઓનું તાંત્રિક વિધિ હલ લાવે છે. જેથી આ બંન્ને બાપ દીકરીને આ ધૂતારા તાંત્રિક પર આંધળો વિશ્વાસ થઇ ગયો હતો.

  તાંત્રિકે કહેવાતા 14 લગ્ન કર્યા છે

  રિમાન્ડ દરમિયાન આરોપી તાંત્રિક વિષ્ણુએ 14 જેટલાં કહેવાતાં લગ્ન કર્યાં હોવાનું જણાવ્યું હતું. તે મહિલાઓને આ જ રીતે ભોળવીને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. હાલ તેની સાથે બે પત્ની અને 7 બાળક રહે છે. પોલીસ આરોપીઓની પૂછતાછ કરતાં તાંત્રિક વિષ્ણુએ ભોગ બનનારી બંને યુવતીને ફરિયાદીના ઘરે, રાનકૂવા તેમજ તેના ઘરે નંદુરબારમાં વાસનાનો શિકાર બનાવી હોવાનું જણાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન આરોપીઓને ઘટનામાં વાપરવામાં આવેલાં મોબાઇલ, કાર, એક્ટિવા, ગુના સમયે ઉપયોગમાં લેવાયેલાં કપડાં સહિતનો મુદ્દામાલ જપ્ત લીધો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:November 09, 2020, 11:36 am

  टॉप स्टोरीज