નવસારીમાં પતિ-પત્નીએ સાથે મળીને કરી યુવકની હત્યા, ક્રાઇમ સિરિયલ જોઇને બનાવ્યો ગજબનો પ્લાન


Updated: September 15, 2020, 10:48 AM IST
નવસારીમાં પતિ-પત્નીએ સાથે મળીને કરી યુવકની હત્યા, ક્રાઇમ સિરિયલ જોઇને બનાવ્યો ગજબનો પ્લાન
ક્રાઈમ સિરિયલો જોઈને અહીં પ્રેમિકાના પ્રેમીને મોતનો અંજામ અપાયો છે.

ક્રાઈમ સિરિયલો જોઈને અહીં પ્રેમિકાના પ્રેમીને મોતનો અંજામ અપાયો છે.

  • Share this:
ભાવિન પટેલ, નવસારી :  "પતિ પત્ની અને વો" નો અંજામ મોટેભાગે કરુણ અને અપરાધથી ભરેલો આવતો હોય છે, અને પરિણામમાં હત્યા થાય એવા કિસ્સા પણ બનતા આવ્યા છે. જેમાં હત્યાનો તખ્તો ઘડવો પણ આધુનિક થઈ ગયો હોય એમ ટીવી ચેનલમાં આવતી ક્રાઈમ સિરિયલો જોઈને અહીં પ્રેમિકાના પ્રેમીને મોતનો અંજામ અપાયો છે.

કેસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવ્યો

તારીખ ૦૩-૦૩-૨૦ ના રાત્રે ૯ વાગ્યે ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી સરપંચ જેનું નામ નિલેશ છનાભાઈ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાં મળી આવતા પોલીસ તપાસ શરૂ થઈ અને પોલીસ માટે ગુનો ઉકેલવો એ એક ગુત્થી બની ગઈ. જેને ઉકેલવા માટે પોલીસે ચારો તરફ પોતાના નેટવર્કની જાળ બિછાવી દીધી. સમગ્ર કેશની તપાસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવી એક પછી એક કડીઓ જોડતી ગઈ અને અંતે 6 મહિના બાદ એલસીબીને સફળતા મળી અને હત્યાનો નિચોડ લગ્નેતર સંબંધ સામે આવ્યા જેમાં પત્નીના પ્રેમીને પતિ અને પત્ની સાથે બે સાગરીતોને લઈને જુવાનજોધ નિલેશનું કાસળ કાઢી નાખ્યું.

મૃતકની ફાઇલ તસવીર


પતિને જ્યારે જાણ થઇ

હત્યા અંગે તમામ ફેક્ટરો તપસ્યા બાદ મરનારના પ્રેમ સંબંધ એક વિવાહિત સ્ત્રી સાથે અને મિત્રની પત્ની સાથે બંધયા હતા જેમાં અવારનવાર મિત્રની પત્ની સાથે મળવાનું થતા આંખ મીચોલી થઈ ગઈ અને પ્રેમના ફૂલો ખીલી ઉઠ્યા. પણ પ્રેમની જાણ પતિ ચિન્મયને થઈ અને લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૂઆત થઈ જેમાં પત્નીનો પ્રેમી કણાની જેમ પતિને ખૂંચતો હતો. પત્ની સામે શરત મૂકી પતિએ કહ્યું, તારે મારી સાથે રહેવું છે કે પછી પ્રેમી સાથે મારી સાથે રહેવું હોય તો પ્રેમીને જાનથી મારી નાખવામા મને મદદ કરવી પડશે. ત્યારબાદ હત્યાનો પ્લાન ગોઠવાયો જેમાં મરણ જનારની રેકી કરવામાં આવી. જેમાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલા બ્રહ્મદેવના મંદિર પાછળ પ્રેમિકા લઈને આવી અને ત્યાં સહ આરોપીની મદદથી પ્રેમીને કુહાડી લોખંડનો સડીયો અને લાકડાના ફાટકાઓ માથામાં મારીને પ્રેમીના રામ રમાડી દીધા.હત્યા કરવા હાથમાં લગાડી સેલોટેપ

હત્યા કરવા પેહલા આરોપી ઓએ સેલો ટેપ હાથમાં લગાવી જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવાઓને સળગાવીને નાબૂદ કર્યા. જે ટીવી સિરિયલોમાંથી જોય ને આરોપીઓએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો.આમ તો આરોપીઓ ચાલાક હતા પરંતુ મિત્રો સાથે દારૂના નશામાં લવારે ચઢતા પોલીસના બતમીદારો સુધી વાતો પોહચતા આખરે તમામ લોકો પાંજરે પુરાયા છે. જેમાં બે સહ આરોપી મજૂર છે પણ લગ્નમાં રૂપિયાની મદદ કરીશ અને બીજું બધું તમારું પૂરું પડીશુંની લાલચ આપી હતી જેના કારણે ગુનામાં આવ્યા હતા

એલસીબીએ ગોઠવ્યું છટકુ

છેલ્લા 6 મહિનાથી એલસીબી પોલીસ હત્યા નો ભેદ ઉકેલવા માટે તમામ ફેક્ટર અને મારણજનારની હિસ્ટ્રી તપાસી રહી હતી અને જેમાં પ્રેમ પ્રકરણનું તથ્ય બહાર આવતા પોલીસ સતર્ક થઈને તે દિશામાં એક મહિના સુધી ફિલ્ડિંગ ભરી અને પોલીસના માણસને ચિન્મયના ગ્રુપમાં સામેલ કર્યો અને ત્યારબાદ આરોપી દારૂના શોખીન હોય એટલે એમની અવારનવાર પાર્ટીઓ ચાલતી હતી. પણ આરોપીને શુ ખબર કે આ દારૂની પાર્ટી મારા માટે ફાંસીનો ફંદો બનશે. થયું પણ તેવુ જ નશામાં આવી ને મેં નિલેશને મારી નાખ્યો એવું કહેતાની સાથે પોલીસે બીજા દિવસે વોચ ગોઠવી તમામ આરોપીને ઉઠાવીને જેલની હવા ખવડાવી છે.

આ પણ જુઓ - 

આરોપી 

૧) ચિન્મય કુમાર આર ધોડિયા પટેલ, ઉમર 37, રહે ફડવેલ ભૂતિયા ટેકરા તા ચીખલી
૨) ધર્મીષ્ઠા ચિન્મય પટેલ, ઉમર 28, ફડવેલ તા ચીખલી
૩) દીપેશ ઉર્ફે બુધીયો ડી હળપતિ, ઉમર 22, ધંધો મજૂરી ફડવેલ
૪) મનોજભાઈ ઉર્ફે મનકો પી હળપતિ, ઉમર 22, રહે ધંધો મજૂરી ફડવેલ તા ચીખલી
Published by: Kaushal Pancholi
First published: September 15, 2020, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading