કોરોનાકાળમાં ગંભીર બેદરકારી : નવસારીની CBSC શાળામાં ધો.12નાં વિદ્યાર્થીઓને બોલાવાયા

કોરોનાકાળમાં ગંભીર બેદરકારી : નવસારીની CBSC શાળામાં ધો.12નાં વિદ્યાર્થીઓને બોલાવાયા
'શાળા શરૂ કરવા માટે વાલીઓનું દબાણ હતું. વાલીઓએ રજૂઆત કરી હતી કે, અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તેથી અમે શાળા શરૂ કરી છે.'

'શાળા શરૂ કરવા માટે વાલીઓનું દબાણ હતું. વાલીઓએ રજૂઆત કરી હતી કે, અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તેથી અમે શાળા શરૂ કરી છે.'

 • Share this:
  ભાવિન પટેલ, નવસારી : રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય પણ પાછો ખેંચવામાં આવ્યો છે અને હાલ રાજ્યની તમામ શાળાઓ બંધ છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 12નાં વર્ગો થયો છે. આ અંગેના વીડિયો પણ સામે આવ્યાં છે.

  શિક્ષકે માસ્ક નથી પહેર્યું  આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, ધોરણ 12નાં વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા શાળામાં બોલાવીને ભણાવવામાં આવી રહ્યું છે. જેમાં 25 જેટલા વિદ્યાર્થીઓને એક શિક્ષક ભણાવી રહ્યાં છે. આ શિક્ષકે ભણાવતી વખતે માસ્ક પણ પહેર્યું નથી.

  કોરોનાનો કહેર: રાજ્ય કક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાં

  'વાલીઓના દબાણને કારણે વર્ગો શરૂ કરાયા'

  કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં વર્ગો શરૂ કરનાર સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્યુંનું કહેવું છે કે, શાળા શરૂ કરવા માટે વાલીઓનું દબાણ હતું. વાલીઓએ રજૂઆત કરી હતી કે, અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તેથી અમે શાળા શરૂ કરી છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, અમારૂં સીબીએસઇ બોર્ડ છે એટલે અમને બોર્ડે એવું કહ્યું છે કે, જો બાળકોને અભ્યાસક્રમમાં કંઇ ખબર ન પડતી હોય તો તમે તેમને શાળામાં બોલાવી શકો છો. એટલે જ અમે ક્લાસ શરૂ કર્યા હતાં.

  જૂનાગઢનાં ભાજપના અગ્રણીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ, 2 મહિલા સહિત 20 લોકોની ધરપકડ

  કૉંગ્રેસનો સરકાર પર પ્રહાર

  આ અંગે ગુજરાત કૉંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોશીએ સરકારમાં પ્રહાર કરતા જણાવ્યું છે કે,  ન્યૂઝ18ગુજરાતી પાસે જે દ્રશ્યો છે તે ચોંકાવનારા છે. આ ગંભીર અને ચેતવણી રૂપ છે. આ દ્રશ્યો પરથી એકવાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. હપ્તા લેવાના કારણે કોઇપણ ખાનગી શાળાના સંચાલકો સામે કોઇ પગલા લેવાતા નથી. તેનું આ ફરી ઉદાહરણ સામે આવ્યું છે. મારી સ્વામિનારાયણ શાળાના સંચાલકોને વિનંતી છે કે , આ રીતે બાળકોની જિંદગી સાથે રમત ન રમો. આ પરિસ્થિતિમાં શિક્ષણ કાર્ય ન શરૂ કરવું જોઇએ કારણ કે કરોના સંક્રમણ વધી રહ્યું છે.  તેમણે વધુમાં કહ્યું કે, સરકાર આંકડા છૂપાવી રહી છે. કોરોનાના આંકડા ઘણાં મોટા છે. ત્યારે કોઇપણ શાળા સંચાલકે આવું ન કરવું જોઇએ. જો સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક પગલા લે. હપ્તા લેવામાં જેટલા ઉત્સુક છે તેટલા પગલા લેવામાં ઉત્સુક બને તો જ સંક્રમણ અટકાવી શકાશે.
  Published by:Kaushal Pancholi
  First published:November 24, 2020, 11:18 am

  ટૉપ ન્યૂઝ