Home /News /south-gujarat /Video: ગુજરાતનાં વરરાજાનો સ્વેગ છે અલગ, ઘોડા કે ગાડીમાં નહીં જેસીબીમાં કાઢ્યો વરઘોડો

Video: ગુજરાતનાં વરરાજાનો સ્વેગ છે અલગ, ઘોડા કે ગાડીમાં નહીં જેસીબીમાં કાઢ્યો વરઘોડો

ગુજરાતનાં વરરાજાનો અનોખો સ્વેગ જુઓ.

Groom Viral Video: ગુજરાતનો આ વરરાજા અગલ જ સ્વેગમા પરણવા ગયા હતા. જેનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

નવસારી: આપણે ઘોડા પર કે મોંઘીદાટ ગાડીઓમાં વરઘોડા તો બહું જોયા પરંતુ શું જેસીબીમાં બેસીને કોઇ વરરાજા જાન લઇને આવે તેવું જોયું છે? ચીખલીના વરરાજા હાલ સોશિયલ મીડિયામાં ઘણાં જ છવાયેલા છે. વરરાજા કેયુર પટેલે જેસીબમાં આગળ બેસીને પોતાનો વરઘોડો કાઢ્યો છે. આ વરરાજા અગલ જ સ્વેગમા પરણવા ગયા હતા. જેનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

કેયુર પટેલ ખેતીકામ કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'જેસીબીમાં જ બેસીને તમે વરઘોડો કેમ કાઢ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે, પંજાબમાં એક લગ્નનો વાઈરલ વીડિયો જોયો હતો.'

આ પણ વાંચો: ગુજરાતના અનેક વિસ્તારોમાં અંધારી રાતે દેખાય છે રહસ્યમય પ્રકાશ

આ સાથે તેમણે જણાવ્યુ કે, 'જેમાં વરરાજા જેસીબીમાં સવાર થઈને પરણવા માટે મંડપમાં પહોંચ્યા હતા. આ વીડિયો જોઈને કેયુર પટેલને પણ પોતાના લગ્નમાં કંઈક આવા જ અંદાજમાં જાન લઈને જવાનો વિચાર આવ્યો અને મંડપની ચોરી સુધી તેઓ જેસીબીમાં બેસીને પહોંચી ગયા. હાલમાં તેમનો જેસીબીની સવારીનો વીડિયો પણ સામે આવી રહ્યો છે.'

આ પણ વાંચો: તક્ષશિલા એર બિલ્ડીંગનાં 12માં માળે ભભૂકેલી આગ કાબુમાં



આ અંગે આપને જણાવીએ કે, નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા કલીયારી ગામમાં કેયુર પટેલ નામના યુવકના લગ્ન હતા. સામાન્ય રીતે, કાર, ઘોડાગાડી કે બળદગાડામાં જાન જોડવામાં આવે છે. અહીં વરરાજાની જાનમાં જેસીબી જોડવામાં આવતા સૌ કોઈની નજર તેના પર જ અટકી ગઈ હતી. રસ્તામાં જાન જોનારા લોકો પણ વરરાજાનો આવો સ્વેગ જોઇને ખુશ થયા હતા.
First published:

Tags: Viral videos, ગુજરાત, નવસારી