Home /News /south-gujarat /નવસારી: ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની જાહેરમાં હત્યા, ચાર વર્ષ પહેલા થયેલી હત્યાનો ભાઈએ બદલો લીધો
નવસારી: ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની જાહેરમાં હત્યા, ચાર વર્ષ પહેલા થયેલી હત્યાનો ભાઈએ બદલો લીધો
મૃતક શૈલેષ પરમાર.
2017માં નિલેશ વનમ નામના યુવકની હત્યા થઈ હતી. જેમાં પાંચ જેટલા લોકોની કથિત સંડોવણી બહાર આવી હતી. આ પાંચ આરોપી પૈકી હાલમાં મૃત્યુ પામેલા શૈલેષ પરમારનું નામ પણ બહાર આવ્યું હતું.
ભાવિન પટેલ, નવસારી: નવસારી શહેર (Navsari city)માં ગત રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. નવસારી શહેરના ઘેલકડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ઘેલખડી વિસ્તારમાં ગતરોજ રાત્રે 10:30 વાગ્યે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં શૈલેષ પરમાર (Shailesh Parmar) નામના યુવક ઉપર છ જેટલા ઇસમો ધારદાર હથિયાર લઈને તૂટી પડ્યા હતા. તમામ શૈલેષ પરમારને માથા અને કમરના ભાગે ઘા મારી નાસી ગયા હતા. અજાણ્યા ઇસમોએ મોડી રાત્રે જાહેરમાં જ હુમલો કરીને શૈલેષ પરમારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જૂની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે મૃતક યુવક ભાજપના યુવા મોરચાનો માજી પ્રમુખ છે.
જૂની અદાવતમાં હત્યા થયાની આશંકા
વાત 2017ની છે. ઘેલખડી વિસ્તારમાં ગરબા રમવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નિલેશ વનમ નામના યુવકની હત્યા થઈ હતી. જેમાં પાંચ જેટલા લોકોની કથિત સંડોવણી બહાર આવી હતી. આ પાંચ આરોપી પૈકી હાલમાં મૃત્યુ પામેલા શૈલેષ પરમારનું નામ પણ બહાર આવ્યું હતું. જેને પગલે થોડા દિવસો બાદ હત્યા મામલે સમાધાન થયું હતું. મૃતકના પરિવારને કથિત આરોપીઓએ આશરે 45 લાખ રૂપિયા આપીને મામલો શાંત પાડ્યો હતો.
હત્યાના બદલાની આગ મૃતક નિલેશના ભાઈ ઉમેશ વનમના મગજમાં સળગતી હતી. ચાર વર્ષથી શૈલેષ પરમારની હત્યાનો પ્લાન કરી રહેલા ઉમેશ અને તેના સાથીઓને ગત રોજ સાડા દસ વાગ્યે ઘેલખડી વિસ્તારમાં મોકો મળતા રિક્ષામાં બેસીને ઘાતક હથિયારો સાથે શૈલેષ પરમારનું કાસળ કાઢ્યું હતું. હત્યા કરી સુમિત પ્રકાશ જાદવ, ઉમેશ વનમ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા, રાજેશ દિવાકર ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. આ મામલે રાત્રે એક વાગ્યે ફરિયાદ નોંધીને સવારના ચાર વાગ્યા સુધીમાં પોલીસે ચાર ઈસમની અટક કરી હતી.
રિક્ષામાં આવ્યા હતા ઇસમો
એવી માહિતી મળી છે કે હત્યારોએ એક રિક્ષામાં સવાર થઈને આવ્યા હતા. જે બાદમાં તેઓએ શૈલેષ પરમારને ઘર બહાર બોલાવ્યો હતો. તમામ લોકો હત્યા કરવાના ઇરાદે જઆવ્યા હતા. જોકે, આ વાતથી અજાણ શૈલેષ પરનાર ઘરની બહાર નીકળતા જ રિક્ષામાં આવેલા અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. અજાણ્યા ઇસમોએ શેલૈષ પરનારને તીક્ષ્મ હથિયારના ઘા મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. જે બાદમાં તેને સારવાર માટે શહેરની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હૉસ્પિટલ ખાતે હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
હત્યાના બનાવને પગલે બનાવસ્થળ અને હૉસ્પિટલ ખાતે લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. હત્યા સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે પણ અરેરાટી ઉપજાવે તેવા છે. જેમાં એક સ્કૂટર પર લોહીના છાંટા ઉડ્યા હોય તે જોઈ શકાય છે. આ ઉપરાંત રોડ અનેક જગ્યાએ લોહીના નિશાન જોવા મળે છે. આ પણ વાંચો: સુરતનો વીડિયો વાયરલ: ત્રણ યુવાન લાકડી અને ડંડો લઈને ફરી વળ્યા, યુવકને જાહેરમાં ફટકાર્યો
આ સમગ્ર મામલે પોલીસે ત્વરિત એક્શનમાં આવીને ચાર કલાકથી ઓછા સમયમાં હત્યાનો કેસ ઉકેલી નાખીને ચાર આરોપીની અટકાયત કરી છે. જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક બી. એસ. મોરીના જણાવ્યા મુજબ 2017માં થયેલી હત્યાની જૂની અદાવતમાં શૈલેષ પરમાર નામના યુવકની છ જેટલા ઈસમોએ હત્યા કરી છે. જેમાં પોલીસે ચાર કલાકની અંદર મુખ્ય ચાર આરોપીની અટકાત કરી લીધી છે તેમજ વધુ બેને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે. કોવિડ ગાઇડલાઇન મુજબ તમામના ટેસ્ટ કર્યા બાદ તેમની ધરપકડ બતાવવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર