નવસારી: ઘરમાં લાગી ભીષણ આગ, બે સગી બહેનોના મોત

News18 Gujarati
Updated: February 11, 2018, 7:48 PM IST
નવસારી: ઘરમાં લાગી ભીષણ આગ, બે સગી બહેનોના મોત
બે સગીર વયની બે બહેનો કાળનો કોળિયો બનતા પરિવાર જનોમાં શોકની કાલીમા છવાઇ...

બે સગીર વયની બે બહેનો કાળનો કોળિયો બનતા પરિવાર જનોમાં શોકની કાલીમા છવાઇ...

  • Share this:
વિજલપોરના રામનગર 2 સોસાયટીમાં ગુપ્તા પરિવારના ઘરમાં અચાનક લાગેલી આગ ભડકી ઉઠતા અફરા-તફરી મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતા જ ઘટના સ્થળે પહોચેલા વિજલપોર ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યા સુધીમાં આગમાં ફસાયેલા માતા અને બે દિકરીઓમાંથી બને દિકરીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે માતાને ગંભીર હાલતમાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આગમા બે સગીર વયની બે બહેનો કાળનો કોળિયો બનતા પરિવાર જનોમાં શોકની કાલીમા છવાઇ હતી.

વિજલપોર શહેરના રામનગર 2 સોસાયટીમાં રહેતા મોહન ગુપ્તા પોતાના ઘરની બાજુમા નાનુ યોગેશ્વર ચીકી યુનિટ ચલાવે છે. આજે સવારે 11 વાગ્યાના સુમારે અચાનક તેમના ઘરના મુખ્ય ખંડમાં આગ લાગી હતી. ઘરમાં પ્લાસ્ટિકની કોથળીઓના બંડલો હોવાથી આગે ટુક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ઘરના પ્રથમ માળે મોહનભાઇના પત્ની સંધ્યાબેન અને તેમની બે દિકરીઓ વંદના (14) અને રોશની (16) તત્કાલિક નીચે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગની જ્વાળાઓના કારણે ત્રણે જણા ઘરમાં બાથરૂમ પાસે ફસાઇ ગયા હતા.

બીજી તરફ એમની બુમો સાંભળીને મોહનભાઇ અને આસ-પાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બહારથી પાણી અને રેતી નાંખીને આગ ઓલવવાનો પ્ર્યાસ કર્યો હતો. બીજી તરફ વિજલપોર ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર સાથે ફાયર જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યા આગ પર પાણીનો મારો ચલાવી આગને 10 મિનિટમાં કાબુ ઓલવી હતી.

જોકે ત્યાં સુધીમાં ઘરમા સામાન બળીને રાખ થઇ ગયો હતો. જ્યારે આગમાં ફસાયેલી વંદના અને રોશની બને બહેનોની બાથરૂમ પાસે સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ તેમની માતા સંધ્યાબેન અંદરના રૂમામાં બેહોશ જણાતા બારણુ તોડી એને બહાર કાઢી 108 એમ્બ્યુલંસ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાથી એને વધુ સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. જ્યા પીઆઇ જે.ડી. ડાંગરવાલા અને પીએસઆઇ સાળુંકેએ એફએસએલની ટીમ સાથે મળી. આગ લાગવા પાછળના કારણને શોધવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમા શોર્ટ સર્કિટ અથવા ગેસ ફેલાતા આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. જોકે બાદમાં ગુપ્તા પરિવારનુ રસોડુ પહેલા માળે હોવાનુ જણાતા ગેસની થીયરીની જગ્યાએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રબળા બન્યુ હતુ. જોકે પોલીસને ઘરમાંથી પેટ્રોલ અને કેરોસીન ભરેલા કારબા પણ મળી આવ્યા હતા. જેથી આગ કયા કારણા સર લાગી એનુ ખરૂ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.

આ મુદ્દે વિજલપોર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. ડાંગરવાલાએ જણાવ્યું કે, મોહનભાઇ ગુપ્તાના મકાનમાં આગ લાગવાના કારણે તેમની બે દીકરી દાઝી જતા મોત થયા છે. તેમના પત્ની ઇજાગ્રસ્ત છે. પ્રાથમિક રીતે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા મંદિર માં પ્રગટાવેલો દીવો હોય શકે. FSL તપાસ પછી સાચું કારણ મળશે.
First published: February 11, 2018, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading