Home /News /south-gujarat /નવસારી: ખેડૂતો અને કોંગ્રેસીઓએ હાઈવે કર્યો ચક્કાજામ, પોલીસે કરી અટકાયત

નવસારી: ખેડૂતો અને કોંગ્રેસીઓએ હાઈવે કર્યો ચક્કાજામ, પોલીસે કરી અટકાયત

નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતો ના પડતર પ્રશ્નોનોને લઈ આજે ચીખલી નજીક હાઈવે નંબર ૪૮ ઉપર ચક્કાજામ કરી રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ કરવા જતાં પોલીસે કોંગી કાર્યકરો ની અટક કરી હતી.

સમગ્ર રાજયમાં પાછલાં કેટલાક દિવસોથી ખેડૂતો ને પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે પ્રદેશ કોંગ્રેસ પણ ખેડૂતો ને ટેકો જાહેર કરી તેમના સમર્થન માં રસ્તા ઉપર ઉતરી આવ્યું છે.જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ ધર્મેશ પટેલ ની આગેવાનીમાં આજે નવસારી મુખ્ય મથક છોડી ચીખલી ખાતે વિરોધ પ્રદર્શન નું આયોજન કરાયું હતું.

જ્યાં નેશનલ હાઈવે નંબર ૪૮ને ઓવરબ્રિજ ના બન્ને છેડેથી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરી રસ્તા ઉપર શાકભાજી ફેંકી વિરોધ પ્રદર્શ કર્યું હતો. જેમાં પોલીસે ધારાસભ્ય અનંત પટેલને ટીંગા ટોળી કરી પોલીસ વાનમાં બેસાડ્યા હતા, અને બીજા કોંગી કાર્યકરોની પણ અટક કરી હતી. જોકે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસીઓ જ હાજર રહેતા કાર્યક્રમ એક ફ્લોપ શો પુરવાર થયો હતો.

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પટેલે જણાવ્યું કે, ચીખલી પણ જિલ્લાનો ભાગ છે. કોંગ્રેસે રાજ્યમાં ભારે વિરોધ કર્યો છે. આગળના કાર્યક્રમો જણાવીશું. ગુજરાતની ઢાલ બની કોંગ્રેસ કામ કરશે. નવસારી જિલ્લો રાજ્યનો ભાગ જ છે. કોંગ્રેસ સફળતા પૂર્વક વિરોધ કરશે.

નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરીએ જણાવ્યું કે, નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલી ખાતે કાર્યક્રમ કરાયો હતો.હાઇવે ઉપર કોંગ્રેસી ઓ પહોંચી ગયા હતા.જેની જાણ થતાં તાત્કાલિક પોહચી કોંગ્રેસી ઓની અટક કરી હતી. હાઇવે ટ્રાફિક પૂર્વવત કરાયો છે.
First published:

Tags: Arrest, Made, અટકાયત, ખેડૂતો, નવસારી, પોલીસ`

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો