Home /News /south-gujarat /Navsari News :   ડુંગળી, બટાકા બાદ ચીકુએ ખેડૂતોને રોવડાવ્યા, ખેડૂત  અને મંડળીઓને મોટું નુકસાન

Navsari News :   ડુંગળી, બટાકા બાદ ચીકુએ ખેડૂતોને રોવડાવ્યા, ખેડૂત  અને મંડળીઓને મોટું નુકસાન

X
ચીકુનાં

ચીકુનાં ભાવ તળીએ બેસી ગયા છે. એક મણનાં માત્ર 200થી 300 રૂપિયા મળી રહ્યાં છે. ખેડૂતોને નુકસાની ગઇ છે. તેમજ અન્ય રાજયમાં ચીકુ મોકલતી અમલસાડ મંડળીને રૂપિયા 10 લાખની ખોટ ખાવાનો વારો આવ્યો છે.

ચીકુનાં ભાવ તળીએ બેસી ગયા છે. એક મણનાં માત્ર 200થી 300 રૂપિયા મળી રહ્યાં છે. ખેડૂતોને નુકસાની ગઇ છે. તેમજ અન્ય રાજયમાં ચીકુ મોકલતી અમલસાડ મંડળીને રૂપિયા 10 લાખની ખોટ ખાવાનો વારો આવ્યો છે.

    Krushna salpure, Navsari : ઉત્તર ભારતમાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ટ્રેન તથા વાહન વ્યવહાર માર્ગે દક્ષિણ ગુજરાતના ચીકુ મહારાષ્ટ્ર, દિલ્હી તથા ઉતરપ્રદેશના બજારોમાં ઠાલવવામાં આવે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર ચીકુ પાક પર થઈ છે. ફળ નાના અને અપરિપક્વ હોવાના કારણે બજારમાં કિંમત ઘટી છે. એક મણના 800થી એક હજાર રૂપિયા મળતા હતા તે ઘટીને 200 થી 300 રૂપિયા જ મળી રહ્યા છે.


    એક મંડળીને 10 લાખની ખોટ
    દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મંડળી અમલસાડ મંડળી છે. અમલસાડ મંડળીમાંથી રોજ લાખો ટન ચીકુનું નિકાસ કરવામાં આવે છે. અત્યારે અમલસાડ મંડળીમાં 10,000 મણ ચીકુની આવક રોજની થઈ રહી છે. જેની સામે જાવક ઘટી રહી છે. કારણ કે અમલસાડથી દિલ્હી, મહારાષ્ટ્ર, જયપુર જેવા રાજ્યોમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રકો મળી નથી. ટ્રેન સેવા જે શરૂ કરવામાં આવી છે એ ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ન જતા આ વખતે મંડળીએ અંદાજિત 10 લાખ રૂપિયાની ખોટ કરવાનો વારો આવ્યો છે.

    આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની કેરીને લઇ માઠા સમાચાર, કેરી બજારમાં મોડી અને ઓછી આવશે, આ રહ્યાં કારણ

    વરસાદની અસર કેરી અને ચીકુનાં પાકમાં પડી
    દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની અસરની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપુર, ગણદેવી સહિતના તાલુકામાં રાત્રિ સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને કેરી અને ચીકુ પાક નિષ્ફળ જવાની શકયતા છે.
    First published:

    Tags: Local 18, Navsari News