વહેલી સવારથી જ મતદાન માટે લોકોની ઠેર ઠેર લાઈનો લાગી હતી. ચૂંટણીઓમાં હવે મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા લાગી છે. કેટલાય વિસ્તારમાં મતદાન કરનારી મહિલાઓની સંખ્યા પુરુષોને પણ આંબી ગઈ છે.
આ વચ્ચે મતદાનની પ્રક્રિયા દરમિયાન નવસારી, વલસાડમાં ઈવીએમ ખોટકાયું હતું. જેના કારણે સવારથી લાંબી કતારોમાં ઉભેલા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ટેક્નિકલ ખામીના સર્જાવાના કારણે બુથના લોકોએ પણ તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી. આ વચ્ચે લોકોને પણ પોતાનો કિંમતી મત આપવામાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
વાત કરીએ વલસાડની તો ધરમપુરના નાની વહિયાળ ગામે ઈવીએમ ખોટકાયુ હતુ. બુથ નંબર 3માં ઈવીએમ મશિનમાં ખામી સર્જાતા ઝોનલ અધિકારીએ મુલાકાત લીધી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર