Home /News /south-gujarat /

નવસારી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ, જિલ્લાની ત્રણેય મોટી નદી અંબિકા, કાવેરી અને પૂર્ણાના જળ સ્તરમાં વધારો

નવસારી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ, જિલ્લાની ત્રણેય મોટી નદી અંબિકા, કાવેરી અને પૂર્ણાના જળ સ્તરમાં વધારો

કાવેરી નદીના જળ સ્તરમાં વધારો

Navsari District Rain: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચીખલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

    નવસારી: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ (Navsari rainfall) પણ ધમાકેદાર રહ્યો છે. ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. આ દરમિયાન નવસારી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોર તાલુકામાં રાત્રે 10થી સવારે 06 સુધી સરેરાશ 4.30 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નવસારી વેરાવળ ખાતે આવેલ પૂર્ણા નદી (Purna River)ની સપાટીમાં વધારો થયો છે. હાલ પૂર્ણા નદીની સાટી 13 ફૂટથી વધીને 17 ફૂટે પહોંચી છે.

    નવસારી જિલ્લા રાત્રે 10થી સવારે 6 સુધીના વરસાદના આંકડા


    નવસારી - 4.37 ઇંચ
    જલાલપોર - 3.07 ઈંચ
    ગણદેવી - 2 ઇંચ
    ચીખલી - 2.05 ઇંચ
    ખેરગામ - 2.5 ઇંચ
    વાંસદા - 2.7 ઇંચ

    નવસારી જિલ્લામાં આવેલી નદીઓની વર્તમાન જળ સપાટી


    ● પૂર્ણા નદીની જળ સપાટી હાલ 17 ફૂટ છે. નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે.
    ● અંબિકા નદીની વર્તમાન જળ સપાટી 20 ફૂટ છે. નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે.
    ● કાવેરી નદીની વર્તમાન જળ સપાટી 10 ફૂટ છે. નદીની ભયજનક 23 ફૂટ છે.

    ચીખલીમાં વરસાદ


    નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચીખલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચીખલી રિવરફ્રન્ટ પાસેથી પસાર થતી કાવેરી નદીનો લો લાઈન બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ સુધી પાણી પહોંચી જવાને કારણે તેને બંધ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

    નર્મદા નદીની સપાટી


    સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક ડેમની સપાટી હાલ સ્થિત જોવા મળી રહી છે. ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 17 ફૂટે વહી રહી છે. હાલ નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેલો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની ભયજનક સપાટી 24 ફૂટ છે. પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના 40 ગામ અને ભરૂચ-અંકલેશ્વરના નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયો છે. ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના 40 મકાનના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે.

    ગુજરાત માટે હજુ બે દિવસ ભારે (Gujarat rain forecast)


    સોમવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે અહીં 7-7 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.

    આ પણ વાંચો: ગુજરાત માટે આનંદના સમાચાર! સરદાર સરોવાર ડેમ 89 ટકા ભરાયો

    સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.


    રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય


    બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં કેન્દ્રીત થયું છે. આ તરફ કચ્છ સરહદે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. એ જ કારણ છે કે રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે હજુ બે દિવસ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અને હજુ પણ અવિરત હેલી યથાવત છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદથી ગુજરાતના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, Narmada river, Sardar Sarovar, ગુજરાત, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन