નવસારી : ચીખલી તાલુકાનાં રાનકુવા ગામની ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીએ આપઘાત કરી લેતા આખા પંથકમાં ચકચાર મચી ગયો છે. તેમની દીકરી નિધિ પટેલનાં એક વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતાં. તેણે આપઘાત કરતા પહેલા માતાને ફોન કરીને કહ્યું હતું કે, 'સાસરીયાના અસહ્ય ત્રાસથી હું જીવન ટુંકાવું છું.' જોકે આ ફોન બાદ માતા અને પિતા તરત જ સાસરે ગયા હતા પરંતુ ત્યાં સુધી દીકરીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ અંગે પિતા નરેન્દ્ર ઉર્ફે જયંતિભાઈ ઉમેદભાઈ પટેલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આ અંગે વિસ્તૃત વાત કરીએ તો ચીખલી તાલુકાનાં રાનકુવા ગામે રહેતા નરેન્દ્ર ઉર્ફે જયંતિભાઇ પટેલ ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ છે. તેમની 30 વર્ષની દીકરી નિધિને ચીખલીનાં જ વાણીયાવાડમાં રહેતા વિશાલ ધનસુખભાઈ કાપડિયા સાથે પ્રેમ થતાં એકાદ વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતાં. આ લગ્નનાં થોડા સમય પછી જ સાસરિયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. નીધિ આ અંગે પતિને ફરિ.યાદ કરી હતી ત્યારે પહેલા તો પતિએ બધી વાત માનવાની ના પાડી પરંતુ તેણે પણ પોતાના પરિવારનો ત્રાસ જોયો હતો.
નિધિએ આપઘાત કરતા પહેલા પોતાની માતાને ફોન કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, 'સાસરિયા મને અને મારા પતિ વિશાલને અસહ્ય ત્રાસ આપે છે. વિશાલ પણ ઘણો જ ટેન્શનમાં છે. ત્રણ દિવસથી રડ્યા જ કરે છે અને ઓફિસે પણ ગયા નથી.' ચીખલી પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ વીડિયો પણ જુઓ :
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર