નવસારી: આજે વહેલી સવારે નવસારી નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર વેસ્મા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત થયો હતો. સુરતથી નવસારી જતાં કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડ પર ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર લોકોને નાની-મોટી ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરી વધુ તપાસ હાથ ધરી હતી.
કાર ડિવાઇડર કુદીને ટ્રક સાથે ભટકાઇ
આજે વહેલી સવારે નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. વેસ્મા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. મળતી માહિતી અનુસાર, કાર સુરતથી નવસારી તરફ જઇ રહી હતી. આ દરમિયાન કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના લીધે કાર ડિવાઇડર કુદીને રોંગ સાઇડ પર આવી ગઇ હતી. જ્યાં કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી.
અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર નથી. કારમાં સવાર લોકોને નાની-મોટી ઉજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી. જેના પગલે ઘટના સ્થલે દોડી આવેલી પોલીસે ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ કર્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર