નવસારીનાં સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન

News18 Gujarati
Updated: April 29, 2020, 11:13 AM IST
નવસારીનાં સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન

  • Share this:
નવસારી: કોરોનાની મહામારી વચ્ચે સાંસદ સીઆર પાટીલને વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપની યુનાઈટેડ કિંગડમ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારીના સાંસદ સીઆર પાટીલને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર 2020નું ઓનલાઈન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

સાંસદ સી. આર. પાટીલને  ફેસબુક,ટ્વિટર, ઈન્સ્ટા સહિતના ઓનલાઈન પ્લેટફોર્મ પર કરેલી કામગીરીની પોસ્ટના આધારે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.આ પણ વાંચો - રાજકોટમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ નોંધાયા, કુલ 58 પૈકી 48 દર્દીઓ એક જ વિસ્તારના

નોંધનીય છે કે, સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 576 થઈ ગઈ છે. પોઝિટિવ દર્દીઓમાં સ્મીમેર હોસ્પિટલમાં કેસ બારી પર કામ કરતો એક કર્મચારીનો પણ સમાવેશ થયો છે. આ સિવાય લિંબાયત પોલીસ મથકના પીએસઓનો પુત્ર અને કિરણ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરના પુત્ર પણ છે. તેવી જ રીતે શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા અને સિવિલમાં હાલ કોરોનાની સારવાર લઈ રહેલા એક પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું છે. યુવકને 25મીએ સાંજે દાખલ કરાયો હતો. આ સાથે શહેરમાં કોરોનામાં કુલ મૃતાંક 20 થઈ ગયો છે.

આ પણ વાંચો - 
First published: April 29, 2020, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading