નવસારી જીલ્લામાં ભાજપ મહિલા મોર્ચા દ્વારા કોરોનાના કપરાકાળમાં પોતાની જાતને જોખમમાં મૂકવાની સાથે બીજાને સંકટમાં મુકવાની ઘટના પ્રકાશમાં આવી છે. નવસારી ભાજપના મહિલા મોરચા દ્વારા જિલ્લા પોલીસ વડાનું બહુમાન કરવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે.
એક બાજુ કોરોનાની મહામારી અને બીજી બાજુ નવસારીમાં વધતા કોરોના ના કેસ વચ્ચે ભાજપના નેતાઓ અવારનવાર કોરોનાની ગાઇડલાઇન ના ધજાગરા ઉડાડતા નજરે ચડ્યા છે ત્યારે હવે નવસારી જીલ્લા મહિલા સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ અને જિલ્લા મહિલા મોરચા ના અધ્યક્ષ એવા શીતલ બેન સોની એ પોતાની ટીમ સાથે પોલીસ અધિક્ષક કચેરીએ માસ્ક પહેર્યા વગર નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય નું બહુમાન કરવા પોંહચી ગયા હતા.

નવસારીના મહિલા મોરચાના આ કાર્યક્રમના કારણે જિલ્લા પોલવીસ વડાને ટીકાનો સામનો કરવો પડ્યો છેે.
એ ક્ષણના ફોટા પડાવી કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડાડ્યા હતા જાણે કોવિડ ગાઇડલાઇનના ધજાગરા જિલ્લા પોલીસ વડા સામે ઉડાડયા એટલું બાકી રહી જતું હોય એમ બીલીમોરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ બેન સુચેતા દુશાને એ તમામ ફોટા સોસિયલ મિડિયામાં પોસ્ટ કર્યા હતાં જેને કારણે પોસ્ટ વાયરલ થતા નવસારી જીલ્લા મહિલા સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ અને જિલ્લા મહિલા મોરચા ના અધ્યક્ષ એવા શીતલ બેન સોની ટીકા પાત્ર બન્યા છે.
આ પણ વાંચો : સુરત : કતારગામના પટેલ પરિવારની 3 પેઢીને Corona થયો હતો, 8 સભ્યોએ મ્હાત આપી
આમ અગાવ થોડાક દિવસ પેહલા પણ આ રીતના સોશિયલ મિડિયામાં મુકાયેલ પોસ્ટના ને કારણે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ પણ કોવિડ ગાઇડલાઇના પાલનની અવગણનાની ટીકાને પાત્ર બનવાની સાથે સમગ્ર ઘટના ચર્ચાસ્પદ બની હતી
ત્યારે હવે બીલીમોરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ બેન સુચેતા દુશાને તમામ ફોટા સોશિયલ મિડિયામાં પોસ્ટ કર્યા હતાં જેને કારણે પોસ્ટ વાયરલ થતા નવસારી જીલ્લા મહિલા સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ અને જિલ્લા મહિલા મોરચા ના અધ્યક્ષ એવા શીતલ બેન સોની ટીકા પાત્ર તો બન્યા છે.
આ પણ વાંચો : સુરત : હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો Video થયો Viral
પરંતુ જીલ્લા પોલીસ કોવિડ ગાઇડલાઇના પાલનની અવગણના બદલ આ મહિલા નેતાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશે કે પછી માસ્ક વગર પકડાતા જીલ્લાના માત્ર સામાન્ય વ્યક્તિઓને દંડશે એ જોવું રહ્યું