Home /News /south-gujarat /

નવસારીનાં ગામડાની શાળાનાં આ શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન

નવસારીનાં ગામડાની શાળાનાં આ શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન

નવસારીનાં શિક્ષક આનંદકુમાર ખલાસી

આજે આપણે નવસારીનાં આનંદકુમાર ખલાસીની વાત કરીશું કે તેમણે કઇ રીતો બાળકોનાં દફતર ભાર વગરનાં બનાવ્યાં.

    રાજન રાજપૂત, નવસારી : 5 સપ્ટેમ્બર શિક્ષક દિનનાં પ્રસંગે દેશભરનાં શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન મળશે. 5મી સપ્ટેમ્બરે ગુજરાતનાં શિક્ષકોમાં નવસારીનાં ભાગડ ગામનાં આનંદકુમાર ખલાસી અને પાલનપુરનાં કંચનબેન પંડ્યાને સન્માનિત કરવામાં આવશે. આજે આપણે નવસારીનાં આનંદકુમાર ખાલસીની વાત કરીશું કે તેમણે કઇ રીતો બાળકોનાં દફતર ભાર વગરનાં બનાવ્યાં.

    વિદ્યાર્થીઓનાં દફતરનું વજન માત્ર 500થી 700 ગ્રામ

    દફતરનું વજન માત્ર 500થી 700 ગ્રામ કરવાનો નવતર પ્રયોગ નવસારી જિલ્લાના ભાગડ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક આનંદ ખલાસી દ્વારા કરવામાં આવ્યો છે. આનંદકુમારે 'મને કયાં છે દફતરનો ભાર'નું મોડેલ બનાવ્યું છે. જેમાં દફતરનું સ્થાન એક નવતર ડાયરીએ લીધું છે, જેથી બાળકોને દફતરમાં વિષય પ્રમાણેના પુસ્તકો, નોટબુક, સ્વાધ્યાયપોથી, પ્રયોગપોથી અલગ અલગથી લઇ જવાના બદલે માત્ર એક ડાયરી જ લઇને શાળાએ જવાનું રહે છે.

    પ્રાથમિક વિદ્યામંદિર ભાગોડ


    ભાર વિનાનાં દફતરનો વિચાર કેવી રીતે આવ્યો?

    ભાર વિનાના દફતરના વિચાર વિશે વાત કરતાં શિક્ષક આનંદકુમાર ખલાસીએ જણાવ્યું હતું કે, બાળકોની ઉંમર કરતાં દફતરનો ભાર વધુ હોવાથી કેટલીક સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. જેથી મને બાળકોના દફતરનો ભાર હળવો થઇ જાય તે માટે કંઇક કરવાનો વિચાર કર્યો અને તેનો પ્રયોગ મારી શાળામાં કર્યો. ભાગડ પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ સર્વપ્રથમ ભેગા થઇને શાળાના બાળકોને પાઠ્યપુસ્તક મંડળ તરફથી આપવામાં આવતી પુસ્તકો લઇને તેના પાના છૂટા પાડી દીધા. બાદ નોટબુક, સ્વાધ્યાયપોથી અને પ્રયોગપોથી તમામના લેશન પ્રમાણે ભાગ પાડી દીધા. મહિનાના આયોજન મુજબ એક ઇનોવેટિવ પુસ્તક તૈયાર કર્યું. જેથી એક જ પુસ્તકમાં અભ્યાસ, વાંચન અને લેખનની તમામ સામગ્રીનો સમાવેશ થઇ શકે. જેમ કે સ્વાધ્યાયકાર્ય, પરીક્ષાલક્ષી સામગ્રી, એકમ કસોટી માટે નોટબુકની પણ જરૂર રહેતી નથી. જેના કારણે 10થી 15 કિગ્રા વજનનું દફતર માત્ર 500થી 700 ગ્રામનું થઇ ગયું.

    અધ્યતન કોમ્પ્યુટર લેબ


    શાળામાં શું છે ખાસ

    આ શાળામાં અભ્યાસ કરતા બાળકો પેકેટ ફૂડ અને જંક ફૂડ ની જગ્યા એ શાળાની ઇકો કેન્ટીનમાં તૈયાર થયેલો પૌષ્ટિક આહાર લે છે. જોકે અહીં માત્ર સ્વસ્થ શરીરની જ નહિં પરંતુ બાળકોનું મન પણ સ્વસ્થ બને અને મોકળા વાતાવરણમાં અભ્યાસ કરી શકે તેની વિશેષ કાળજી લેવાય છે. આ શાળાનાં નાનકડા બગીચામાં કિચન ગાર્ડન, ઔષધી બાગ તૈયાર કરાયા છે. જેથી બાળકોને રમતા રમતા જ પ્રકૃતિની નજીક શિક્ષણ મળી રહે છે. બીજી તરફ અહીં આધુનિક કોમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટરનાં માધ્યમથી કેળવણી મેળવતા વિદ્યાર્થીઓ સ્માર્ટ કલાસ જેટલા જ સ્માર્ટ છે. રાજ્યમાં ઉદાહરણ રૂપ બનેલી ભાગડ ગામની આ શાળાને એક શિક્ષકે પોતાના ઇનોવેટિવ વિચારો થકી સ્થાનિક આગેવાનોનાં સહયોગથી શ્રેષ્ઠ શાળા બનાવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Teacher, ગુજરાત, નવસારી

    આગામી સમાચાર