ન્યૂઝીલેન્ડ ફાયરિંગમાં નવસારીનો એક યુવાન ઘાયલ કે મૃત્યુ પામ્યો છે તે અંગે અસમંજસ

News18 Gujarati
Updated: March 16, 2019, 12:23 PM IST
ન્યૂઝીલેન્ડ ફાયરિંગમાં નવસારીનો એક યુવાન ઘાયલ કે મૃત્યુ પામ્યો છે તે અંગે અસમંજસ
નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઇએ પરિવારની મુલાકાત લઇને સાંત્વના પાઠવી હતી.

ફાયરિંગમાં જુનેદ નામનાં બેથી ત્રણ વ્યક્તિ હોવાને કારણે તે ખબર નથી પડી શકી કે આ પરિવારનો જ જુનેદ ઘાયલ છે કે મોત નીપજ્યું છે તે અંગે પરિવાર અસમંજસમાં મુકાયો છે.

  • Share this:
રાજન રાજપૂત, નવસારી: ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહેવાસી એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે નવસારીનાં અડદા ગામનાં જુનેદ નાંમનો અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત છે કે મૃત્યુ નીપજ્યું છે તેની હજી કોઇ સ્પષ્ટતા નથી થઇ રહી. જેના કારણે પરિવાર ચિંતીત છે. ફાયરિંગમાં જુનેદ નામનાં બેથી ત્રણ વ્યક્તિ હોવાને કારણે તે ખબર નથી પડી શકી કે આ પરિવારનો જ જુનેદ ઘાયલ છે કે મોત નીપજ્યું છે તે અંગે પરિવાર અસમંજસમાં મુકાયો છે. આ કપરી પરિસ્થિતિમાં નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઇએ પરિવારની મુલાકાત લઇને સાંત્વના પાઠવી હતી.

આ અસમંજસ અંગે જુનેદનાં પરિવાર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ફાયરિંગ સમયે ત્યાં એકથી વધારે જ જુનેદ હતાં. જેના કારણે હજી સુધી પુષ્ટી નથી થઇ રહી કે તેમનો જુનેદ ઇજાગ્રસ્ત છે કે મૃત્યું પામ્યો છે. મહત્વનું છે કે જુનેદનાં કાકા પણ ન્યૂઝિલેન્ડમાં 1948થી સ્થાયી થયેલા છે. તેઓ બે મહિનાથી જ વતનનાં પ્રવાસે છે. જે મસ્ઝિદમાં હુમલો થયો હતો તે મસ્ઝિદની સ્થાપના પણ તેમણે જ કરી હતી અને તે માટેનું ભંડોળ પણ તેમને જ એકત્ર કર્યું હતું. જુનેદ અંગેની વાત પણ કાકાએ જ સ્પષ્ટ કરી છે.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ: હુમલાખોરે 3 મહિના પહેલા જ રચ્યું હતું કાવતરું, પાકનાં પ્રવાસે પણ ગયો હતો

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલ બે મસ્જિદ પૈકી અલનુર મસ્જિદ તેમજ લોટાકા મસ્જિદમાં થયેલી આતંકી હુમલાએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યું છે. ચાલુ નમાજ દરમિયાન આતંકીઓ દ્વારા ટ્વીટર એફ-બી ઉપર લાઇવ રેકોર્ડિંગ સાથે કરેલા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 49થી વધુના મોત નિપજ્યા હતાં. આ ઘટનાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો.

સુરતનાં એક વ્યક્તિનું મોત

મસ્જિદમાં થયેલા હુમલામાં જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો તેમાં સુરતનાં એક વ્યક્તિ આતંકી હુમલામાં ગોળીબારનું નિશાન બની પોતાની જીવ ગુમાવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના લુહારાના હાફીઝ મુસા પટેલ પણ હુમલાનો ભોગ બન્યા હતા. ક્રાઇસ્ટચર્ચની લોટાકા મસ્જિદમાં મૌલવી તરીક સેવા આપતાં હાફીઝ મુસા પટેલ પણ ઉપરોક્ત ફાયરિંગમાં શરીરના વિવિધ ભાગે ગોળીઓ વાગી અને તેમનું મોત થયું હતું.મૂળ વડોદરાના પિતા-પુત્ર પણ લાપતા

આ ફાયરિંગમાં મૂળ વડોદરા આરીફ વોરા અને તેમના પુત્ર રમીઝ વોરા લાપતા થતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં ધાનાની પાર્કમાં રહેતાં આસીફ મહંમદભાઇ વોરા (ઉં.58)ના પુત્ર રમીઝ વોરા (ઉં.28) અને તેમની પત્ની ખુશબુ થોડા વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં.
First published: March 16, 2019, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading