નવસારીના ખેડૂતની શોધ, વાવણી વગર ડાંગરનું કર્યું મબલખ ઉત્પાદન !

News18 Gujarati
Updated: June 25, 2019, 11:11 PM IST
નવસારીના ખેડૂતની શોધ, વાવણી વગર ડાંગરનું કર્યું મબલખ ઉત્પાદન !

  • Share this:
રાજન રાજપુત, નવસારીઃ શુ વાવણી કર્યા વગર ખેતી શક્ય ખરી ? તમારો જવાબ ચોક્કસ ના જ હોઈ શકે પરંતુ નવસારી જિલ્લાના એક એવા ખેડૂતે અનોખી શોધ કરી છે. તેઓ છેલ્લા આંઠ વર્ષથી વાવણી કર્યા વગર જ ડાંગરની સફળ ખેતી કરે છે. તેમની આ શોધના વખાણ ખુદ ખેતીવાડીના અધિકારીઓ પણ કરી ચૂક્યા છે.

નવસારી જિલ્લાના સદલાવ ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત પીનાકીન પટેલ જે છેલ્લા આંઠ વર્ષથી ડાંગરની અનોખી રીતે ખેતી કરે છે. નવસારી જિલ્લાના ખેડૂતો માટે ડાંગર અને શેરડી મુખ્ય પાક છે. જેમાં ડાંગરની ખેતી ખાસ્સી મહેનત માંગી લે તેવી છે. ડાંગરની ખેતી માટે જો પરંપરાગત પદ્ધતિની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ડાંગરનું ધરું તૈયાર કરવું ત્યારબાદ ખેતરમાં ગારો માટી તૈયાર કરવા અને ત્યાર પછી ડાંગરના ધરુંની રોપણી કરવામાં આવે છે. આમ સમગ્ર તૈયારીઓ પાછળ ઘણા દિવસો ની મહેનત અને માનવ કલાકોની જરૂર પડે છે અને આ તમામ તૈયારીઓ પાછળ એક એકર દીઠ 11થી બાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેને લઈ ડાંગરની ખેતી ધરતીપુત્રને ખર્ચાળ અને દિવસોની મહેનત માંગી લે તેવી થઈ પડે તે સ્વભવિક છે.

જ્યારે પીનાકીન પટેલે વિકસાવેલ ડાંગરની ખેતી માટે તોડા પદ્ધતિ આ તમામ પ્રક્રિયાઓમાંથી ખેડૂતને મુક્તિ આપે છે. સાથે જ ખેતી પાછળ થતા ખર્ચ અને મજૂરીની પણ મોટી બચત થાય છે. જેને લઈ અન્ય ખેડૂતો પણ હવે આ અનોખી રીતે ડાંગરની ખેતી કરતા થયા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરત: એન્જિ. વિદ્યાર્થીઓએ પાકના રક્ષણ માટે બનાવી "ક્રોપ મોનિટરીંગ સિસ્ટમ"

શું છે આ અનોખી પદ્ધતિ ?

તોડા પદ્ધતિથી ડાંગરની ખેતી કરવી બિલકુલ સરળ છે. આ પદ્ધતિથી ડાંગર માટે કરવી પડતી પૂર્વ તૈયારીઓ માંથી ખેડૂતને મુક્તિ મળે છે. એક વાર ડાંગરનો પાક લઈ કાપણી વખતે થોડી કાળજી લેવાથી બીજી વાર કુદરતી રીતે મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. ડાંગરની કાપણી વખતે જે દાણા છૂટા પડી ક્યારામાં વેરાઈ તેમાંથી જ બીજો પાક થોડી કાળજી લઈ તોડા પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. છેલ્લા આંઠ વર્ષથી આજ પદ્ધતિ અપનાવી ડાંગરની ખેતી કરતા પીનાકીન પટેલે ગત સિઝનમાં 11 એકર જમીનમાં 70 કિલોની એક બેગ એવી 316 બેગ એટલે કે કુલ 22 ટન જેટલું ઉત્પાદન મેળવ્યું હતું. સાથે જરૂરી ખાતર દવાનો ઓછો ઉપયોગ કરી સિઝનમાં રૂપિયા દોઢ લાખ જેટલી બચત કરી બમણી આવક મેળવી છે.સદલાવ ગામના પ્રગતિશીલ ખેડૂતે શરૂ કરેલી ડાંગરની ખેતી માટે અનોખી પદ્ધતિને કૃષિ તજજ્ઞો પણ આવકારી રહ્યા છે અને બીજા ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તેવી ભલામણ જગત ના તાતને કરી રહ્યા છે.
First published: June 25, 2019, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading