નવસારીઃ આંગડિયા પેઢી કર્મચારીને લૂંટી લેનાર આરોપીને સુરત SOGએ પકડ્યો

News18 Gujarati
Updated: April 19, 2018, 7:57 PM IST
નવસારીઃ આંગડિયા પેઢી કર્મચારીને લૂંટી લેનાર આરોપીને સુરત SOGએ પકડ્યો
ગત ડિસેમ્બર મહિનામાં નવસારી હાઇવે ઉપર સોનાના દાગીના મળીને કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. આ કેસમાં સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે.

ગત ડિસેમ્બર મહિનામાં નવસારી હાઇવે ઉપર સોનાના દાગીના મળીને કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. આ કેસમાં સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે.

  • Share this:
ગત ડિસેમ્બર મહિનામાં નવસારી હાઇવે ઉપર સોનાના દાગીના મળીને કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. આ કેસમાં સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે. એસઓજીએ લૂટના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથધરી છે.

અગાઉ લૂંટ અને મારામારીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે આરોપી
મળતી માહિતી પ્રમાણે સુરત એસઓજી નવસારી આંગડિયા પેઢના કર્મચારીને લૂંટ લેનાર રિઝવન ઉર્ફે રિજ્જુને કામરેજના ખોલવાડા નજીકથી આજે એટલે કે ગુરુવારે પકડી પાડ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ લૂંટ અને મારામારીના ગુનામાં પકડાઇ ચુક્યો છે. લૂંટની ઘટનાને અંજામ આપીને આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હતો. જોકે, આજે એસઓજીએ તેને દબોચી લીધો હતો. આરોપીએ રોકડ રકમ સહિત રોનાના દાગીના મળી રૂ.4.8 કરોડની લૂંટને કરી હતી.

લક્ઝરી બસ ડ્રાઇવરના ગળે ચપ્પુ મૂકી આપ્યો હતો ઘટનાને અંજામ
ઉલલેખનીય છે કે, ગત 8 ડિસેમ્બર 2017ના રોજ આરોપીએ નવસારી હાઇવે પર લક્ઝરી બસ ડ્રાઇવરના ગળે ચપ્પુ મૂકી આંગડિયા પેઢીના કર્મયારીને લૂંટી લીધો હતો. આરોપીએ કર્મચારી પાસેથી રોકડ રકમ સહિત સોનાના દાગીના મળી કુલ રૂ.4.8 કરોડની લૂંટ ચલાવી હતી. ઘટનાને અંજામ આપીને આરોપી નાસતો ફરતો હતો. જોકે, સુરત એસઓજીએ તેને પકડી પાડ્યો હતો.
First published: April 19, 2018, 7:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading