Home /News /south-gujarat /

નવસારી : અઝાન શરૂ થતાં પીએમ મોદીએ અટકાવ્યું સંબોધન

નવસારી : અઝાન શરૂ થતાં પીએમ મોદીએ અટકાવ્યું સંબોધન

નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. અને કહ્યું કે દેશમાં ત્રણ ચૂંટણી ચાલી રહી છે જેમાં ત્રણેયના પરિણામ નક્કી છે. જેમાં બે એટલે ઉતરપ્રદેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકવાનો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખનું પરિણામ પણ નક્કી છે.

નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. અને કહ્યું કે દેશમાં ત્રણ ચૂંટણી ચાલી રહી છે જેમાં ત્રણેયના પરિણામ નક્કી છે. જેમાં બે એટલે ઉતરપ્રદેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકવાનો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખનું પરિણામ પણ નક્કી છે.

વધુ જુઓ ...

પ્રચારના બીજા દિવસે નરેન્દ્ર મોદી પાલીતાણામાં કાર્યક્રમને સંબોધીને નવસારી ખાતે લુન્સીકુઈ મેદાન પહોંચ્યા હતાં. જ્યાં સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ કેન્સરગ્રસ્ત બાળકોને મળ્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. અને કહ્યું કે દેશમાં ત્રણ ચૂંટણી ચાલી રહી છે જેમાં ત્રણેયના પરિણામ નક્કી છે. જેમાં બે એટલે ઉતરપ્રદેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકવાનો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખનું પરિણામ પણ નક્કી છે.


રાહુલ ગાંધીને કોંગ્રેસના નવા  અધ્યક્ષ બનાવવાને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતમાં હાલમાં ત્રણ ચૂંટણીઓ છે, જેઓ જેમાં યૂપી અને ગુજરાતમાં તો બીજેપી બાજી  મારશે પરંતુ કોંગ્રેસમાં તો ગાંધી પરિવારની જ જીત થશે.


નરેન્દ્ર મોદીએ નવસારીમાં લોકોને કહ્યું કે, આ કોંગ્રેસને ગુજરાતમાં ઘૂસવા ના દેવાય, તેમને લીલા તોરણ સાથે પાછા મોકલી દો. એકપણ પોલિંગ બૂથમાં તેમને ઘૂસણખોરી કરવા દેશો નહી. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ, કાશ્મીરમાં આતંકવાદનો મુદ્દો, ડોકલામ વિવાદ વગેરે જેવા મુદ્દાને લઈને પણ કોંગ્રેસ પર નિશાનો સાંધ્યો હતો.


બીજી બાજુ સાવરકૂંડલામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર નિશાનો સાંધ્યો હતો.  રાહુલ ગાંધીએ રાફેલ ફાઈટર વિમાનને લઈને મોદી પર નિશાનો સાંધ્યો હતો. રાહુલે કહ્યું કે, ભારતને 126 ફાઈટર વિમાન ખરીદવાના હતા પરંતુ હાલામાં તે ડિલને બદલીને હવે માત્ર 36 વિમાન ખરીદવાની વાત કરવામાં આવી રહી છે તો તે માટે તમે પરવાનંગી લીધી હતી કે નહી તેનો જવાબ માંગ્યો હતો.


તે ઉપરાંત રાહુલ ગાંધીએ મોટા બિઝનેસમેનોને મોદી સરકાર વધારે ફાયદો પહોંચાડી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.


First published:

Tags: Assembly election 2017, Gujarat Electioin 2017, Narendr Modi, નવસારી, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन