મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવી રહેલા બાઇકરનું બ્રિજ પરથી નીચે પડતા મોત

પ્રતિકાત્મક તસવીર

મુંબઇનો 20 વર્ષનો જુવાનધોધ યુવાન રવિવારે વહેલી સવારે બાઇક પર જઇ રહ્યો હતો.

 • Share this:
  નવસારી : સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જોવા માટે રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો જોવા આવે છે. ત્યારે મુંબઇથી (Mumbai)  પાંચ બાઇકર્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે બાઇક પર આવી રહ્યાં હતાં. ત્યારે મુંબઇનો 20 વર્ષનો જુવાનધોધ યુવાન રવિવારે વહેલી સવારે બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે ચીખલી નજીક આલીપોર નેરોગેજ રેલવે ઓવરબ્રિજ (Railway over bridge) પર પોતાની રોયલ એનફિલ્ડ બૂલેટ પરનો કાબૂ ગુમાવી દેતા બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પટકાતા (Bike Accident) ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

  મૃતક યુવાન સૌરવ પ્રશાંત દલવી (ઉ.વ.20) નવી મુંબઈ ખાતે રહેતો હતો. તે ડીપ્લોમા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.રવિવારે સવારે 4 વાગ્યે બધા મિત્રો બાઇક લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા નીકળ્યા હતા.

  આ પણ વાંચો : વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસનાં આરોપીઓનાં સ્કેચ જાહેરમાં લગાવાયા, એક લાખનાં ઇનામની જાહેરાત

  મુંબઈનાં દલવી પરિવારનો એકનો એક જુવાનજોધ દીકરાનું અકસ્માતમાં મોત થઇ જતા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

  આ વીડિયો જુઓ :
  Published by:Kaushal Pancholi
  First published: