Home /News /south-gujarat /Navsari: વર્ષના અંતિમ દિવસે ભયાનક અકસ્માતમાં 9નાં મોત, ક્રેનની મદદથી બહાર કાઢ્યા મૃતદેહ

Navsari: વર્ષના અંતિમ દિવસે ભયાનક અકસ્માતમાં 9નાં મોત, ક્રેનની મદદથી બહાર કાઢ્યા મૃતદેહ

X
અકસ્માત

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભુક્કો બોલી ગયો

નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક  ગમખાઉ અકસ્માત સર્જાયો છે. બસ અને fortuner વચ્ચે અકસ્માત સર્જાતા નવ લોકોના કરુણા મોત થયા છે. જોકે અન્ય 28 જેટલા લોકો સારવાર હેઠળ છે.

Sagar Solanki, Navsari:  નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક ગમખાઉ અકસ્માત સર્જાયો છે. બસ અને fortuner વચ્ચે અકસ્માત સર્જાતા નવ લોકોના કરુણા મોત થયા છે. જોકે અન્ય 28 જેટલા લોકો સારવાર હેઠળ છે. વર્ષ 2022 નો છેલ્લો દિવસ છે ત્યારે વર્ષના અંતિમ દિવસે પણ નવસારીમાં ગોઝારી ઘટના બની છે. નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક અકસ્માત સર્જાયો છે fortuner કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા મોટી જાનહાનીના સમાચારો સામે આવ્યા છે.

fortuner કારમાં બેસેલા આઠ લોકો અને બસના એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. બસ ના ડ્રાઈવરને પણ હાલ સારવાર અર્થે ખસેડાયો છે. લક્ઝરી બસ સુરત થી વલસાડ તરફ જઈ રહી હતી. મહત્વનું છે કે આ બસ અમદાવાદ ખાતે યોજાયેલા શતાબ્દી મહોત્સવમાંથી મુસાફરોને લઈને પરત આવી રહી હતી.જ્યારે આ fortuner ગાડી વલસાડ થી સુરત તરફ જઈ હતી એવા અંકલેશ્વરના મુસાફરો હતા જેઓ એકસીડન્ટ થતા ની સાથે જ તમામ fortuner ગાડી ના આઠ જેટલા મુસાફરો મોતને ભેટ્યા છે. મહત્વનું છે કે અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઇ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રેઈનની મદદથી બસ ને સાઈડ ઉપર કરી ટ્રાફિકને ખુલ્લુ કરવામાં આવ્યું હતું. જો કે મૃતકોના પી.એમ ની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ અન્ય જે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. 2022 નું વર્ષ પૂર્ણ થવા જરૂરી છે ત્યારે આવી ગોઝારી ઘટના નવસારી જિલ્લામાં બનતા ચકચાર મચી છે.

મૃતકોના પૂરા નામ

1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચફોર્ચ્યુનરનો ડ્રાઈવર2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ

હાઇવે નંબર 48 પર થયેલ અકસ્માતમાં મૃત્યુ આંક 9 અકસ્માતમાં ઇજા પામેલા કુલ 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને એક ને વધુ ઇજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જે સાથે આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઇજા અને 9 લોકોના મૃત્યુ થયા. મૃતકો અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાની માહિતી આવી
First published:

Tags: Local 18, અકસ્માત, નવસારી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો