નવસારીમાં આજથી મોરારીબાપુની રામ કથાનો પ્રારંભ થયો છે. લાલવાણી પરિવારે 14 વર્ષથી તારીખ માંગ હતી. જેનો આજે અંત આવ્યો છે. નવસારીનાં આંગણે રામકથાનો પ્રારંભ થયો છે. વિદેશથી એક હજાર લોકો આવશે.
નવસારીમાં આજથી મોરારીબાપુની રામ કથાનો પ્રારંભ થયો છે. લાલવાણી પરિવારે 14 વર્ષથી તારીખ માંગ હતી. જેનો આજે અંત આવ્યો છે. નવસારીનાં આંગણે રામકથાનો પ્રારંભ થયો છે. વિદેશથી એક હજાર લોકો આવશે.
Krushna salpure, Navsar : રામ ભગવાન સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું આયોજન નવસારીના આંગણે કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ ખાસ કરીને પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના સ્વમુખેથી રામકથાનું રસપાન થશે. કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી પરિવાર દ્વારા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 14 વર્ષથી રામ કથા નવસારીમાં થાય તે માટે પૂજ્ય મોરારીબાપુ પાસે તારીખ માંગી હતી. ત્યારે આખરે એ ઘડી આવી ગઈ છે. તારીખ 22 માર્ચથી 30 માર્ચ સુધી કથા ચાલશે.
લાલવાણી પરિવાર દ્વારા રામરોટે કેન્દ્ર ચલાવવામાં આવે છે
છેલ્લા છ વર્ષથી લાલવાણી પરિવાર દ્વારા નવસારીના સિંધી કેમ વિસ્તારમાં રામરોટી કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેમાં તમામ શ્રમિક પરિવાર માટે ભોજનની વ્યવસ્થા રામરોટી કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. જેમાં વહેલી સવારથી જ મજૂરી કામ માટે જતો શ્રમિક પરિવાર માટે ભોજન અને ટિફિનની વ્યવસ્થા કરવામાં આવે છે. લાલવાની પરિવાર દ્વારા કોરોના કાળમાં પણ સમગ્ર નવસારીના આજુબાજુના ગામો સહિત તમામ વિસ્તારમાં સવાર, સાંજ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિદેશથી 1000 લોકો કથા સાંભળવા આવશે મુખ્યત્વે નવસારીમાં યોજાનારી રામકથામાં નવસારી જિલ્લા સહિત આજુબાજુના ગામના લોકો કથા સાંભળવા આવશે. પરંતુ વિદેશથી ધરતી પરથી 1000 થી વધુ ભક્તો બાપુની રામકથા સાંભળવા પધારનાર છે.
દરરોજ 2000 લોકો પ્રાસદ લેશે લાલવાણી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલી રામ કથામાં રોજના સવાર સાંજ 20 હજારથી વધુ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રામજી મંદિર સ્થિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વિદેશથી કે બીજા રાજ્યમાંથી પધારેલ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારે આ વિશાળ આયોજનમાં નવસારીની સામાજિક વિવિધ સંસ્થાઓ સેવાઓ આપશે.
નવસારીનાં લોકો સેવામાં જોડાયા 2000 જેટલા લોકો રામ કથામાં વિવિધ વિભાગોમાં સેવા આપશે. જેમાં મુખ્યત્વે રસોડામાં પીરસવાની સેવા, પાર્કિંગની સેવા, પાણીની સેવા, મંડપની સેવા, પોથી યાત્રા નીકળે તે દરમિયાન રાખવામાં આવતી સેવા આવી અલગ અલગ પ્રકારની સેવાઓમાં નવસારીના યુવાઓ, વડીલ અને મહિલાઓ સેવા આપશે. 22 માર્ચથી 30 માર્ચ દરમિયાન યોજનારી રામ કથા માટે સમગ્ર રામભક્તોમાં એક અનેરો ઉત્સાહ મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર