હિંન્દુઓનો ધર્મ બદલવાની તાકાત મિશનરિયોમાં નથીઃભાગવત

VINOD LEUVA | Pradesh18
Updated: January 1, 2017, 11:31 AM IST
હિંન્દુઓનો ધર્મ બદલવાની તાકાત મિશનરિયોમાં નથીઃભાગવત
નવસારીઃધર્માતરણના મુદ્દાને ઉઠાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નવસારીના વાસદામાં કહ્યુ કે એવા પ્રયાસ સફળ થવાની સંભાવના નથી કેમ કે મિશનરિયોમાં તાકાત નથી. ભાગવતે હિન્દુ એકતા પર જોર આપતા કહ્યુ કે જાતિ-ભાષાથી પર જઇને સમુદાયના સદસ્યોને સાથે આવવા અપીલ કરી હતી.
VINOD LEUVA | Pradesh18
Updated: January 1, 2017, 11:31 AM IST

નવસારીઃધર્માતરણના મુદ્દાને ઉઠાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નવસારીના વાસદામાં કહ્યુ કે એવા પ્રયાસ સફળ થવાની સંભાવના નથી કેમ કે મિશનરિયોમાં તાકાત નથી. ભાગવતે હિન્દુ એકતા પર જોર આપતા કહ્યુ કે જાતિ-ભાષાથી પર જઇને સમુદાયના સદસ્યોને સાથે આવવા અપીલ કરી હતી.
તેમણે કહ્યુ કે અમેરિકા, યૂરોપમાં લોકોને ઇસાઇ ધર્મમાં લાવ્યા પછી(મિશનરી) એશિયા પર નજર નાખી રહ્યા છે. ચીન પોતાને ધર્મનિરપેક્ષ કહે છે પરંતુ તે પોતે શું ઇસાઇ ધર્મ અપનાવશે? નહી. શું પશ્વિમ એશિયાઇ દેશ એવું થવા દેશે? નહી. તે હવે વિચારે છે કે હવે ભારત જ એ જગ્યા છે. ભાગવતે કહ્યુ, પરંતુ હવે તેમણે સમજી જવું જોઇએ કે 300 વર્ષથી વધુ સમયથી જોરદાર પ્રયાસો કરવા છતાં ફક્ત છ ટકા ભારતીય વસ્તી ઇસાઇ બની શક્યા છે. કેમ કે તેમનામાં તાકાત નથી.
જિલ્લાના વાંસદામાં ભારત સેવાશ્રમ સંઘ દ્વારા આયોજીત વિરાટ હિંન્દુ સંમેલનના સમાપનમાં સંબોધન કરતા ભાગવતે આ વાત કહી હતી. ભાગવતે પોતાની વાતની સાચી ઠહેરાવતા કહ્યુ કે અમેરિકાના એક ગિરજાઘર અને બ્રિટેનના એક ગિરજાઘર ક્રમશઃગણેશ મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં બદલી દેવાયું છે. તેમણે કહ્યુ અમેરિકાના એક હિન્દુ વેપારીએ આ કામ કર્યુ છે.
તેમણે કહ્યુ કે તેમના પોતાના(મિશનરિયોના) દેશમાં આવા હાલ છે અને તે આપણા ધર્મને બદલવા માગે છે. તે આવું નહી કરી શકે તેમનામાં એટલી તાકાત નથી. ભાગવતે હિન્દુઓને એ યાદ રાખવા કહ્યુ કે તેઓ કોણ છે અને તેમની સંસ્કૃતિ ઉચી છે.નવસારીના વાંસદા ખાતે આજે યોજયેલા વિરાટ હિન્દુ સંમેલન આર.એસ.એસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવતની આગેવાનીમાં યોજાયો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા મોહન ભાગવતે જણાવ્યુ હતુ કે ખિસ્તી ધર્મના લોકો વિશ્વમાં કહેતા ફરે છે કે અમે યુરોપ,અમેરીકા અને ઓસ્ટ્રીલાયાને ખ્રિસ્ચન બનાવી દીધા છે અને હવે એશિયા ખંડની વારી છે.જોકે પાછલા ૩૦૦ વર્ષમાં માત્ર ૬ ટકાજ ધર્માતરણને સફળતઆ મળી છે.


ધર્મની રક્ષા અને જાગરણ માટે અન્ય ઉપર કે સરકાર ઉપર આધાર રાખ્યા વિના તમારે જાતેજ જાગુત થવાની જરૂર છે.લોકોને હિન્દુત્વ અંગે જાગુત કરવા માટે સિંહ અને બકરીની વાર્તા નુ ઉદાહરણ આપી ધર્મની રક્ષામાટે હિન્દુત્વનો હુકાર બહાર લાવવા માટે આહવાન કર્યુ હતુ,મંચ ઉપર ઉપસ્થિત સંતો સાથે મોહન ભાગવતે આદિવાસી કુળના અને દક્ષિણ ગુજરાતના સેવાભાવી લોકો નુ જાહેર સન્માન કર્યુ હતું.


 
First published: January 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर