નવસારીઃ બે-બે બાળકોના માતા-પિતાના પ્રેમનો કરુણ અંજામ

News18 Gujarati
Updated: February 6, 2019, 11:55 AM IST
નવસારીઃ બે-બે બાળકોના માતા-પિતાના પ્રેમનો કરુણ અંજામ
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા નજીક અમલસાડ, સરીબુજરંગના હળપતિ સમાજના બે પરિણીત પ્રેમીઓએ તેમના પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહીં એમ લાગતા મંગળવારે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ પ્રેમ આંધળો હોય છે. એ કહેવતને સાચી પુરવાર બીલીમોરામાં બનેલી આ ઘટનાથી થાય છે. નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા નજીક અમલસાડ, સરીબુજરંગના હળપતિ સમાજના બે પરિણીત પ્રેમીઓએ તેમના પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહીં એમ લાગતા મંગળવારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમલસાડ સરીબુજરંગના સુદામાનગરમાં રહેતા અને સચિન નોકરી કરતો 25 વર્ષીય રણજિત જગુ હળપતિ અને તેજ ફળિયામાં રહેતી અને ઘરકામ કરતી પરિણીતા શીલાબેન હેમંતભાઇ હળપતિ વચ્ચે દસેક માસથી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા અને તેમાં રણજિતને એક પાંચ વર્ષનો છોકરો અને એક ત્રણ વર્ષની છોકરી છે. તેમજ શીલાબેને બે પુત્રોમાં એક ત્રણ વર્ષનો અને એક દોઢ વર્ષનો છે.

તેમના પ્રેમ સંબંધની જાણ થતાં સમાજના મોભી સમક્ષ મામલો ગયો હતો. તેઓએ બંનેના પરિવારો વચ્ચે એકબીજાને મળવું નહીં તે અંગે સમાધાન કરાવ્યું હતું. પરંતુ તે બંનેએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. તેઓના પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહીં એવો ડર હતો. જેથી બંનેએ સાથે ફાની દુનિયા છોડી કાયમ માટે એક થઇ જવા નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચોઃ-પછાત જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ 20 વર્ષની દીકરીને પતાવી દીધી

અમલસાડ રેલવે સ્ટેશનની દક્ષિણે અને રેલવે લાઇનના પાટા ઉપર ટ્રેન નંબર 12215 ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન આગળ પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી હળપતિ સમાજ સ્તબ્ધ થઇ ગયો હતો.
First published: February 6, 2019, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading